Homeગુજરાતીમથુરા:યમુના એક્સપ્રેસ વે પર અજાણ્યા વાહન સાથે કારની ટક્કર,ત્રણ મહિલાઓ અને બાળકો...

મથુરા:યમુના એક્સપ્રેસ વે પર અજાણ્યા વાહન સાથે કારની ટક્કર,ત્રણ મહિલાઓ અને બાળકો સહિત સાત લોકોના ઘટનાસ્થળે જ મોત

  • યમુના એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના! 
  • અજાણ્યા વાહન સાથે કારની ટક્કર
  • સાત લોકોના ઘટનાસ્થળે જ થયા મોત

મથુરા:યમુના એક્સપ્રેસ વે પર શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો.મથુરા નજીક અજાણ્યા વાહન સાથે કાર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે,સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં ત્રણ પુરુષ, ત્રણ મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે.

ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા.બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.પોલીસે જણાવ્યું કે આ અકસ્માતમાં બે લોકો ઘાયલ પણ થયા છે.

પોલીસે જણાવ્યું કે,આ ઘટના પોલીસ સ્ટેશન નૌઝીલ વિસ્તારમાં માઈલસ્ટોન 68 પર બની હતી.એસપી ગ્રામીણએ જણાવ્યું કે,કારમાં સવાર લોકો લગ્ન સમારોહમાં સામેલ થવા માટે નોઈડા જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે.આમાં એક પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે,જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img