1. Home
  2. ગુજરાતી
  3. યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહીઃ રશિયાએ ઝાપોરિઝ્ઝિયા ન્યુક્લિયર પ્લાન્ટ ઉપર કર્યો કબજો
યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહીઃ રશિયાએ ઝાપોરિઝ્ઝિયા ન્યુક્લિયર પ્લાન્ટ ઉપર કર્યો કબજો

યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહીઃ રશિયાએ ઝાપોરિઝ્ઝિયા ન્યુક્લિયર પ્લાન્ટ ઉપર કર્યો કબજો

0
Social Share

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. દરમિયાન, યુક્રેનમાં યુરોપના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટ (ઝાપોરિઝ્ઝિયા) પર પણ હુમલો કરવામાં આવ્યો અને પછી તેને કબજે કરવામાં આવ્યો હતો. બીજી તરફ યુક્રેનની સેના રશિયાને મોટું નુકસાન પહોંચાડવાનો દાવો કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેનની સેનાએ રાજધાની કિવ પાસેના બુચા શહેર પર ફરીથી કબજો કરી લીધો છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સનસનીખેજ આરોપ લગાવ્યો હતો કે યુક્રેનની સેના સામાન્ય લોકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહી છે. પુતિનનો દાવો છે કે યુક્રેનની સેનાએ 3000 ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવી લીધા છે અને તેમને બહાર જવા દેવામાં આવી રહ્યા નથી જ્યારે રશિયન સૈનિકો વિદેશીઓને બહાર કાઢવામાં મદદ કરી રહ્યા છે.

યુક્રેનમાં ઝાપોરિઝ્ઝ્યા પરમાણુ પ્લાન્ટ હવે રશિયન સૈન્ય દ્વારા કબજો કરવામાં આવ્યો છે. આ પહેલા રશિયાની સેનાએ બોમ્બમારો કરાવ્યો હતો. જે બાદ પ્લાન્ટ પરિસરની બિલ્ડીંગમાંથી ધુમાડો નીકળતા દેખાયો હતો. જેથી રેડિએશન ફેલતો હોવાનો ભય ફેલાઈ રહ્યો છે. આ અંગે અમેરિકા, બ્રિટેન વચ્ચે ચિંતા વ્યક્ત કરી હતી. અત્યાર સુધી ZNPPનું એકમ યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. તેમાં કુલ 6 પરમાણુ રિએક્ટર છે. તે યુરોપનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે. હાલમાં, તેના રેડિયેશન સ્તરમાં કોઈ ફેરફાર થયો નથી. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, જો પરમાણુ વિસ્ફોટ થતો તો સમગ્ર યુરોપ ખતમ થઈ જશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code