Homeગુજરાતીગુજરાતગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલને સુપ્રીમ કોર્ટમાં મળી બઢતી

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલને સુપ્રીમ કોર્ટમાં મળી બઢતી

અમદાવાદ, 29 સપ્ટેમ્બર, 2026 : Gujarat High Court Chief Justice Sunita Agarwal promoted to Supreme Court સુપ્રીમ કોર્ટની કોલેજીયમે સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્તિ માટે ત્રણ હાઇકોર્ટના ચીફ જસ્ટિસના નામની ભલામણ કરી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ, દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને તેલંગાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અપરેશ કુમારનો સમાવેશ થાય છે.

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે પદોન્નત કરવાની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ભલામણ કરી છે. 28 સપ્ટેમ્બર, 2026 ના રોજ યોજાયેલી સુપ્રીમ કોર્ટ કોલેજિયમની બેઠકમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલને ભારતની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) ના જસ્ટિસ તરીકે પદોન્નત (એલિવેટ) કરવાની ભલામણ કરવામાં આવી છે.

જસ્ટિસ સુનિતા અગ્રવાલે જુલાઈ 2023 માં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા હતા. તેઓ ગુજરાત હાઈકોર્ટના ઈતિહાસમાં ચીફ જસ્ટિસ પદ સંભાળનારા બીજા મહિલા જજ બન્યા હતા. 1989 માં અવધ યુનિવર્સિટીમાંથી લો (Law) ની ડિગ્રી મેળવ્યા બાદ, તેમણે 1990 માં એડવોકેટ તરીકે નોંધણી કરાવી હતી અને અલાહાબાદ હાઈકોર્ટમાં સિવિલ તથા બંધારણીય ક્ષેત્રે દીર્ઘ સમય સુધી વ્યાપક પ્રેક્ટિસ કરી હતી.  જસ્ટિસ અગ્રવાલની નવેમ્બર 2011 માં અલાહાબાદ હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે પદોન્નતિ થઈ હતી અને ઓગસ્ટ 2013 માં તેઓ પરમેનેન્ટ જજ બન્યા હતા. એક દાયકાથી વધુ સમયની તેમની તેજસ્વી ન્યાયિક કારકિર્દી દરમિયાન તેમણે બંધારણીય અધિકારો, નાગરિક સ્વતંત્રતા અને વહીવટી કાયદાઓ પર અનેક સીમાચિહ્નરૂપ અને મહત્વપૂર્ણ ચુકાદાઓ આપ્યા છે.

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જસ્ટિસ સુનિતા અગ્રવાલની સાથે અન્ય બે હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પણ સર્વોચ્ચ અદાલતમાં પદોન્નત કરવા ભલામણ કરી છે. જેમાં દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અપરેશ કુમાર સિંહના નામનો સમાવેશ થાય છે. કોલેજિયમની આ ભલામણ બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા વિધિવત મંજૂરી આપ્યા પછી તેમના નામનું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular