Homeગુજરાતીગુજરાતસુરતમાં GIDCના બંધ કારખાનામાં ચોરી માટે ઘૂસેલા બે ચોરએ બચાવોની બુમ...

સુરતમાં GIDCના બંધ કારખાનામાં ચોરી માટે ઘૂસેલા બે ચોરએ બચાવોની બુમ પાડી અને..

સુરત, 29 સપ્ટેમ્બર, 2026 : Two thieves entered the factory to steal, they cried out for help શહેરના ખટોદરા વિસ્તારમાં આલેવી જીઆઈડીસીમાં એક બંધ કારખાનામાં ચોરી કરવા  ઘૂસેલા બે ચોર એવા ફસાયા કે બહાર નીકળવાનો કોઈ રસ્તો ન મળ્યો. કલોકો સુધી મથામણ કર્યા છતાંયે કારખાનામાંથી બહાર નિકળવાનો કોઈ રસ્તો મળતો નહતો. કારખાનામાં ભૂખ્યા-તરસ્યા પૂરાઈ રહેવાના ડરથી આખરે બંને ત્રીજા માળે પહોંચ્યા હતા અને ત્યાં આવેલી બારીમાંથી નીચે ઊભેલા લોકોને જોઈ જોરજોરથી “બચાવો… બચાવો…”ની બૂમો પાડવા લાગ્યા હતા. આથી સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે બંનેને રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા, જ્યાં પોલીસે બંનેને સીધા કસ્ટડીમાં લઈ લીધા હતા.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીમાં રહેતો રોશન બિનબહાદુર સહાની (ઉં.વ. 18) તેના એક સગીર સાગરીત સાથે રવિવારે સાંજે ચોરીના ઈરાદે નીકળ્યો હતો. બંનેએ ખટોદરા જીઆઈડીસી સ્થિત બમરોલી રોડ પર આવેલા એક બંધ કારખાનાને ટાર્ગેટ બનાવ્યું હતું. રવિવારની શાંતિનો લાભ ઉઠાવીને બંને ચોર કારખાનામાં ચોરી કરવા છાનામાના અંદર ઘૂસી ગયા હતા. જોકે, અંદર ગયા બાદ અંધારામાં કે માલસામાન શોધવાના ચક્કરમાં તેઓ ક્યાંથી પ્રવેશ્યા હતા તે રસ્તો જ ભૂલી ગયા હતા. દરમિયાન કારખાનામાંથી બહાર નીકળવા માટે બંનેએ કલાકો સુધી દરવાજો શોધવા હવાતિયાં માર્યા હતા. તમામ પ્રયાસો નિષ્ફળ જતાં ચોરી કરવાનો તેમનો ઉત્સાહ ગભરાટ અને ડરમાં ફેરવાઈ ગયો હતો. કારખાનામાં ભૂખ્યા-તરસ્યા પૂરાઈ રહેવાના ડરથી આખરે બંને ત્રીજા માળે પહોંચ્યા હતા અને ત્યાં આવેલી બારીમાંથી નીચે ઊભેલા લોકોને જોઈ જોરજોરથી “બચાવો… બચાવો…”ની બૂમો પાડવા લાગ્યા હતા. રાતના સમયે બંધ કારખાનામાંથી ચીસાચીસનો અવાજ આવતાં આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ એકઠા થઈ ગયા હતા. અને  તુરંત કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો, જેથી પીસીઆર વાન ઘટનાસ્થળે પહોંચી હતી. કારખાનું અંદરથી બંધ હોવાથી અને યુવક-સગીર ત્રીજા માળે ફસાયેલા હોવાથી પોલીસે તુરંત ફાયર કંટ્રોલ રૂમને મેસેજ કર્યો હતો. મજુરા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક લીડર અને રેસ્ક્યૂ સાધનો સાથે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ બંનેને બારી વાટે સહીસલામત નીચે ઉતાર્યા હતા. પીસીઆરના જવાનોએ બંને ‘અણઘડ’ ચોરોને તાત્કાલિક ઝડપી પાડીને ખટોદરા પોલીસ મથકને સોંપ્યા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular