Homeગુજરાતીગુજરાતરાજુલા નજીક ત્રણ દિવસ બાદ બિમાર સિંહને ગનથી બેભાન કરીને આખરે રેસ્ક્યુ...

રાજુલા નજીક ત્રણ દિવસ બાદ બિમાર સિંહને ગનથી બેભાન કરીને આખરે રેસ્ક્યુ કરાયું

અમરેલી, 29 સપ્ટેમ્બર, 2026 : Sick lion rescued જિલ્લાના રાજુલા તાલુકાના નવી બારપટોળી ગામની સીમમાં એક સિંહ બિમાર અવસ્થામાં હોવાની જાણ થતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ બિમાર સિંહનું રેસ્ક્યુ કરવા માટે ગયા હતા. ત્યારે બિમાર સિંહે ફોરેસ્ટ કર્મચારી પર હુમલો કર્યો હતો. અને સિંહ નાસી ગયા હતા. છેલ્લા ત્રણ દિવસથી બિમાર સિંહનું લોકેશન મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. ત્યારે સતત શોધખોળ બાદ કાતર ગામની સીમમાંથી 12 વર્ષથી વધુ ઉંમરના સિંહનુ લોકેશન મળતા ફોરેસ્ટ કર્મચારીઓ દોડી ગયા હતા. અને સિંહને ટ્રેન્ક્યુલાઇઝ કરી સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં આવ્યો હતો. સિંહ પકડાઈ જતાં વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સિંહને જાફરાબાદ સ્થિત બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નવી બારપટોળી ગામની સીમમાં બિમાર પડેલા સિંહની માહિતી મળતા 26 સપ્ટેમ્બરની રાત્રે  ફોરેસ્ટર ટ્રેકર્સ સહિત બે વનકર્મીઓ રેસ્ક્યુ કરવા માટે પહોંચ્યા હતા. પણ સિંહે બન્ને કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. અને સિંહ નાસી ગયો હતો. આ ઘટનાને પગલે વનવિભાગમાં દોડધામ મચી ગઈ હતી. હુમલાખોર સિંહને શોધવા માટે વનકર્મીઓથી લઈને વરિષ્ઠ અધિકારીઓ સુધીની વિવિધ ટીમો સતત ત્રણ દિવસથી મેદાનમાં ઉતરી હતી. સિંહનું લોકેશન મેળવવા માટે અલગ-અલગ ટીમો બનાવી સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી.  ત્રીજા દિવસે કાતર ગામની સીમમાં ગીચ ઝાડીવાળા વિસ્તારમાં સિંહનું લોકેશન મળ્યું હતું. સિંહને બહાર નીકળવાની શક્યતા ન રહે તે માટે વનવિભાગની ટીમોએ સૌપ્રથમ સમગ્ર વિસ્તારને ચારેય તરફથી કોર્ડન કર્યો હતો. ત્યારબાદ સાવચેતીપૂર્વક કાર્યવાહી હાથ ધરી સિંહને ટ્રેન્ક્યુલાઇઝ કરવામાં આવ્યો હતો.  ટ્રેન્ક્યુલાઇઝ કર્યા બાદ સિંહને સુરક્ષિત રીતે પાંજરામાં પૂરવામાં આવ્યો હતો. 10 વર્ષથી વધુ ઉંમરના આ ડાલામથા નર સિંહને પકડવામાં સફળતા મળતાં ત્રણ દિવસથી ચાલી રહેલા ઓપરેશનનો અંત આવ્યો હતો. સિંહ પકડાઈ જતાં વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને મોટી રાહત મળી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular