Homerevoinewsગુજરાતની 10 હજારથી વધુ બહેનો નરેન્દ્રભાઈ મોદીને રાખડી રૂપી રક્ષાસૂત્ર અને પોસ્ટકાર્ડ...

ગુજરાતની 10 હજારથી વધુ બહેનો નરેન્દ્રભાઈ મોદીને રાખડી રૂપી રક્ષાસૂત્ર અને પોસ્ટકાર્ડ મોકલશે

  • ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપા મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષા શ્રીમતી અંજુબેન વેકરિયા

ગાંધીનગર, 21 ઓગસ્ટ, 2026 – ગુજરાતની 10 હજારથી વધુ બહેનો નરેન્દ્રભાઈ મોદીને રાખડી રૂપી રક્ષાસૂત્ર અને પોસ્ટકાર્ડ મોકલશે તેમ ભાજપા મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષા શ્રીમતી અંજુબેન વેકરિયાએ આજે જણાવ્યું હતું. ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે કહ્યું કે, ભાઈ-બહેનના અતૂટ બંધનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન સમગ્ર દેશ 28 ઓગસ્ટના રોજ ઉજવાશે.

દર વર્ષે ભાજપ મહિલા મોરચાની બહેનો સહિત દેશ-ગુજરાતની અનેક બહેનો સ્નેહ, વિશ્વાસ અને આશીર્વાદ સાથે દેશને મજબૂત, વિકસિત અને સુરક્ષિત બનાવવાનું કાર્ય કરનાર આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને ઈશ્વર સ્વસ્થ રાખે, દીર્ઘાયુ આપે અને દેશહિતનાં કાર્યો માટે તેમને સતત શક્તિ આપે તેવી લાગણી સાથે પોસ્ટકાર્ડ સાથે રાખડી મોકલે છે.

More than 10 thousand sisters of Gujarat will send Rakshasutra and postcards in the form of Rakhi to Narendrabhai Modi
More than 10 thousand sisters of Gujarat will send Rakshasutra and postcards in the form of Rakhi to Narendrabhai Modi

નરેન્દ્રભાઇ મોદી માટે મહિલાઓની સુરક્ષા, સન્માન અને સશક્તિકરણને માત્ર રાજકીય સૂત્ર નથી

શ્રી અંજુબેન વેકરિયા જણાવ્યું કે, આ વર્ષે પણ ભાજપ મહિલા મોરચા સહિત વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલી રાજ્યની 10 હજારથી વધુ બહેનો નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેના સ્નેહ, અતૂટ વિશ્વાસ અને લાગણી સાથે તેમને રાખડી રૂપી રક્ષાસૂત્ર અને પોસ્ટકાર્ડ મોકલશે. દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલાઓની સુરક્ષા, સન્માન અને સશક્તિકરણને માત્ર રાજકીય સૂત્ર નથી બનાવ્યું પરંતુ નીતિ, કાયદા, સહભાગિતા અને યોજનાઓ થકી મહિલાઓ માટે પરિણામલક્ષી કાર્ય કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને દેશના વડાપ્રધાન તરીકેની જવાબદારી સુધી, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓને માત્ર સરકારની યોજનાઓની લાભાર્થી તરીકે નહીં, પરંતુ દેશના વિકાસની ભાગીદાર અને નેતૃત્વશક્તિ તરીકે જોવાના અભિગમ સાથે કાર્ય કર્યું છે.

મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે દેશની કરોડો બહેનો માટે અનેકવિધ નક્કર નિર્ણયો કર્યા છે

તેમણે કહ્યું કે, એક ભાઈ પોતાની બહેનના સુરક્ષિત, સન્માનપૂર્ણ અને ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરે છે, તેવી જ ભાવના સાથે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની બહેનો અને ત્યારબાદ વડાપ્રધાન તરીકે દેશની કરોડો બહેનો માટે અનેકવિધ નક્કર નિર્ણયો કર્યા છે. ગુજરાતમાં વિવિધ વર્ગની સરકારી નોકરીમાં 33% મહિલા અનામત તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50% બેઠકો અનામત રાખીને તેઓએ મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરી છે. આજે અનેકવિધ મહિલાઓ સરકારના વિવિધ વિભાગોમાં અને જનપ્રતિનિધિ તરીકે સન્માનભેર જવાબદારીનું નિર્વહન કરી રહી છે. મહિલાઓને સુરક્ષિત, સ્વાવલંબી, ઉદ્યોગસાહસિક અને દેશના વિકાસમાં અને લોકતંત્રમાં ભાગીદાર બનાવવાનો સંકલ્પ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્પષ્ટપણે જોવા મળે છે.

મહિલાલક્ષી યોજનાઓ

તેઓએ ઉમેર્યું કે, ઉજ્જવલા યોજના દ્વારા કરોડો બહેનોને ધુમાડામુક્ત રસોડું મળ્યું, જ્યારે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શૌચાલયના નિર્માણથી મહિલાઓના સન્માન, સ્વચ્છતા અને સુરક્ષાને નવી મજબૂતી મળી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા મહિલાઓના નામે આવાસ નોંધાવવા પર વિશેષ ફાયદાની જોગવાઈ સાથે અનેક કિસ્સામાં મહિલાઓને ઘર માલિકીનો હક મળ્યો છે. સુકન્યા સમૃદ્ધિ યોજના અને બેટી બચાવો, બેટી પઢાવો દ્વારા દીકરીના જન્મથી લઈને તેના ઉજ્જવળ ભવિષ્ય સુધીની ચિંતા કરવામાં આવી છે. સખી મંડળો અને સ્વસહાય જૂથો દ્વારા લાખો બહેનોને સંગઠિત કરીને સ્વરોજગાર અને આવકના સાધનો સાથે જોડવામાં આવી છે. આ જ પ્રયાસને આગળ વધારી લખપતિ દીદી દ્વારા બહેનોને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાનો સંકલ્પ અને નમો ડ્રોન દીદી દ્વારા ગ્રામ્ય બહેનોને આધુનિક ટેક્નોલોજી અને નવા વ્યવસાય સાથે જોડવાનું કાર્ય થઈ રહ્યું છે.

તેમણે જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓના 33% પ્રતિનિધિત્વને સુનિશ્ચિત કરવા માટે 2023માં સંસદના બંને ગૃહોમાં ઐતિહાસિક નારી શક્તિ વંદન અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો. તેના જ અનુસંધાને મહિલાઓને 2029 લોકસભા ચુંટણીથી જ લોકસભામાં ૩૩% હિસ્સેદારીનો લાભ મળે તે માટે તાજેતરમાં સંસદમાં લેવાયેલા બિલનો કોંગ્રેસે સહિતના વિરોધ પક્ષોએ પસાર થવા દીધું ન હતું. કોંગ્રેસ મહિલાઓ ને સશકત કરવાની માત્ર વાતો જ કરે છે તે સાચા અર્થમાં મહિલાઓને દેશના ભવિષ્ય નિર્માણમાં ભાગીદાર નથી બનાવવા માંગતી.

આ પત્રકાર પરિષદમાં પ્રદેશ મહિલા મોરચાના પ્રભારી શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ મહિલા મોરચાના પ્રભારીશ્રીઓ શ્રીમતી જાનવીબેન વ્યાસ, શ્રીમતી પુષ્પાબેન ઠાકોર, પ્રદેશ સહ પ્રવકતા શ્રી શ્વેતાબેન બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યાં હતાં.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular