Homerevoinewsઅભદ્ર ભાષા બોલનારા કોકરોચોને પીએમ મોદીએ શું કહ્યું? જુઓ Video

અભદ્ર ભાષા બોલનારા કોકરોચોને પીએમ મોદીએ શું કહ્યું? જુઓ Video

નવી દિલ્હી, 1 ઓગસ્ટ, 2026 – કોકરોચોના કથિત વિદ્યાર્થી આંદોલન દરમિયાન વડાપ્રધાન તેમજ તેમનાં સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ અભદ્ર ભાષા બોલનારા કથિત જેન-ઝી સામે એક તરફ દેશમાં ભારે નારાજગી છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ આજે એક ઈન્સ્ટાગ્રામ વીડિયો જારી કરીને આ વિશે મંતવ્ય આપ્યું હતું.

NEET પેપર લીકના બહાને દેશને અસ્થિર કરવા માગતા તત્વોએ નવી દિલ્હીના જંતરમંતર ઉપર એક મહિના કરતા વધુ સમય સુધી ધરણા કર્યા હતા. જોકે આ દરમિયાન વિદ્યાર્થી ન હોય એવા તત્વો પણ તેમાં સામેલ થઈ ગયા હતા. આ તત્વોએ પીએમ નરેન્દ્ર મોદી, તેમનાં સ્વર્ગસ્થ માતા હીરાબા તેમજ સનાતન ધર્મ વિશે બેફામ વાણીવિલાસ કર્યો હતો.

કથિત જેન-ઝીના આવા વલણ સામે દેશમાં ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો નારાજ છે અને મોટાભાગના લોકો ઈચ્છે છે કે આવા તત્વો વિરુદ્ધ આકરાં પગલાં લેવાવા જોઈએ.

પરંતુ હંમેશાં સમયને વર્તીને સમજદારી મુજબ દેશના નેતૃત્વને છાજે એવું વલણ અખત્યાર કરવા માટે જાણીતા નરેન્દ્રભાઈ મોદીએ એક વીડિયો સંદેશ દ્વારા આવા યુવકોને માર્ગભૂલેલા ગણાવીને તેમને માફ કરવાની જાહેરાત કરી એટલું જ નહીં પરંતુ તેમણે દેશવાસીઓને પણ આવા માર્ગ ભૂલેલા યુવકોને માફ કરીને તેમને સાચો રસ્તો બતાવવા વિનંતી કરી છે.

જુઓ વડાપ્રધાને શું કહ્યું?

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular