અમદાવાદ, 21 જુન,2026 : Home Minister Amit Shah practiced yoga at Prahladnagar Garden આજે 21મી જૂનના રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન ખાતે યોગ દિનની ઉજવણીમાં ભાગ લઈ યોગાભ્યાસ કર્યો હતો. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા ઉપસ્થિત સૌ નાગરિકો સામુહિક યોગાભ્યાસમાં જોડાયા હતા જ્યાં તેઓએ વિવિધ પ્રકારના યોગાસનો કર્યા હતા અને શરીર તથા મનની હળવાશનો અનુભવ કર્યો હતો.
વિશ્વ યોગ દિનની આ ઉજવણીમાં શહેરના મેયર હિતેશભાઈ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબહેન શાહ, દેવાંગ દાણી સહિતના પદાધિકારીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ અને યોગપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે, કોલકાતા ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માણસા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પ્રેરક ઉદબોધન સાંભળ્યું હતું.
નાણાં રાજ્યમંત્રીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના નાગરિકો, ઉત્સાહી વિદ્યાર્થીઓ અને અગ્રણી મહાનુભવોએ મોટી સંખ્યામાં જોડાઈ યોગ કરીને આ સમગ્ર આયોજનને અભૂતપૂર્વ સફળતા અપાવી હતી.
આ કાર્યક્રમમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર,ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર, મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, શાસકપક્ષના નેતા અનિલસિંહ વાઘેલા, દંડક સેજલબેન પરમાર, મહિલા મોરચાના અધ્યક્ષ અંજુબેન વેકરિયા અને બ્રહ્માકુમારી આશ્રમમાંથી કૈલાશ દીદી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ, મોટી સંખ્યામાં ગાંધીનગરના નાગરિકો, વિદ્યાર્થીઓ અને યોગ સાધકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.


