Site icon Revoi.in

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને તેમની 100મી જન્મજયંતિ પર નરેન્દ્ર મોદીએ પાઠવી શ્રદ્ધાંજલી

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીને તેમની 100મી જન્મજયંતિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમણે એક મજબૂત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમના વિઝન અને મિશન વિકસિત ભારત માટેના સંકલ્પમાં નિરંતર શક્તિનો સંચાર કરતો રહેશે.”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ પર તેમના સન્માનમાં લખવામાં આવેલો એક લેખ શેર કર્યો છે. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “આજે અટલજીની 100મી જન્મજયંતિ પર, આપણા રાષ્ટ્ર માટે તેમના અમૂલ્ય યોગદાન અને તેમના પ્રયત્નોએ કેવી રીતે અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યા તેના પર થોડા વિચારો લખ્યા છે.”