1. Home
  2. ગુજરાતી
  3. શાહરૂખના લાડલા આર્યન ખાનને ઝટકો, કોર્ટે જામીન અરજી ફગાવી
શાહરૂખના લાડલા આર્યન ખાનને ઝટકો, કોર્ટે જામીન અરજી ફગાવી

શાહરૂખના લાડલા આર્યન ખાનને ઝટકો, કોર્ટે જામીન અરજી ફગાવી

0
Social Share
  • બોલિવૂડના કિંગખાન શાહરૂખના લાડલાને ઝટકો
  • ડ્રગ્સ કેસમાં આર્યન ખાન સહિતના ત્રણ આરોપીઓની જમીન અરજી ફગાવાઇ
  • કોર્ટે આજે આપ્યો પોતાનો નિર્ણય

મુંબઇ: બોલિવૂડના કિંગખાન એવા શાહરૂખ ખાનના લાડકાને ઝાટકો લાગ્યો છે. આર્યન ખાનની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. ડ્રગ્સ કેસમાં પોતાનો નિર્ણય સંભળાવતા કોર્ટે શાહરૂખના દીકરાની જામીન અરજી ફગાવી દીધી હતી. અત્યારસુધી તેની જામીન અરજીને આગલી તારીખ પર ધકેલવામાં આવી હતી. જો કે અંતે હવે કોર્ટે તેનો નિર્ણય સંભળાવ્યો છે.

અહીંયા ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ પણ થયો છે. આ કેસમાં આર્યનની એક બોલિવૂડની એક ઉભરતી અભિનેત્રી સાથેની ચેટ પણ NCBને હાથે લાગી છે. તે ચેટ્સમાં નશા અંગે વાતચીત થઇ રહી હતી. કોર્ટમાં દલીલ દરમિયાન એનસીબીની ટીમે આરોપીઓની જે ચેટ્સ કોર્ટને સોંપી છે તેમાં આર્યન સાથે આ અભિનેત્રીની ચેટ્સ પણ સામેલ છે. તે ઉપરાંત આર્યનની કેટલાક ડ્રગ પેડલર્સ સાથેની ચેટ પણ કોર્ટને સોંપાઇ છે.

NCBએ કોર્ટમાં કહ્યું હતું કે, આર્યન આંતરરાષ્ટ્રીય ડ્રગ પેડલર્સ સાથે પણ સાંઠગાંઠ ધરાવે છે. આ એખ મોટું કૌંભાડ હોવાથી તેની ઊંડાણપૂર્વક તપાસ થાય તે આવશ્યક છે.

બીજી તરફ આર્યન ખાનના વકીલે આર્યનનો બચાવ કરતા આ ધરપકડને પાયાવિહોણી ગણાવી છે. તેમના કહેવા અનુસાર આર્યન પાસેથી કોઇ જ ડ્રગ્સ મળ્યું નથી. તે સિવાય એનસીબીને કોઇ રોકડ પણ મળી નથી. જે વ્યક્તિએ આર્યનને પાર્ટીમાં બોલાવેલો તેની ધરપકડ થઇ નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code