Homeગુજરાતીચંદીગઢ-દિલ્હી હાઇવે પર ગોઝારો અકસ્માત, 5નાં મોત, 10 ઘાયલ

ચંદીગઢ-દિલ્હી હાઇવે પર ગોઝારો અકસ્માત, 5નાં મોત, 10 ઘાયલ

  • ચંદીગઢ-દિલ્હી હાઇવે પર ગોઝારો અકસ્માત
  • આ અકસ્માતમાં 5 લોકોનાં મોત
  • 10 લોકો ઘાયલ

નવી દિલ્હી: ચંદીગઢ- દિલ્હી હાઇવે પર વહેલી સવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે જ્યારે 10 લોકો ઘાયલ થયા છે.

પંજાબના હરિયાણાના અંબાલા જીલ્લામાં એક ગમખ્વાર અકસ્માત થયો હતો. ત્રણ ટૂરિસ્ટ બસો એકબીજા સાથે જોરદાર રીતે અથડાઇ હતી જેને કારણે બસોનો ખુરદો વળી ગયો હતો.

ચંદીગઢ-દિલ્હી હાઇવે પર સવારે 3 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો જેમાં 5 લોકોનાં મોત નિપજ્યા હતા. વધુમાં 10 લોકો ઘાયલ થવાના પણ સમાચાર છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, આ ત્રણ બસો કટારાથી દિલ્હી જઇ રહી હતી. આ ભયાનક અને દર્દનાક અકસ્માત ચંદીગઢ-દિલ્હી હાઇવે પર સવારે 3 વાગ્યાની આસપાસ થયો હતો. આ અકસ્માતની માહિતી મળતાં જ ધારાસભ્ય અસીમ ગોયલ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. ધારાસભ્યએ પણ ઘાયલોની હાલત પૂછી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular