1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ફેસબૂક હવે સરકારના નવા નિયમોનું પાલન કરવા થઇ તૈયાર, આ નિવેદન આપ્યું

ફેસબૂક હવે સરકારના નવા નિયમોનું પાલન કરવા થઇ તૈયાર, આ નિવેદન આપ્યું

0
Social Share
  • સરકારની નોટિસ બાદ ફેસબૂકે નવા આઇટી નિયમો લાગૂ કરવા તૈયારી દર્શાવી
  • કન્ટેન્ટને રેગ્યુલેટ કરવા માટે સરકારના નવા નિયમોનું પાલન કરવા માટે કંપની તૈયાર: ફેસબૂક
  • આ મુદ્દા પર સરકાર સાથે વધુ ચર્ચા વિચારણા કરવાની અમારી યોજના છે

નવી દિલ્હી: સરકારે જે નવા ડિજીટલ નિયમો લાગૂ કર્યા છે તેના અમલીકરણ માટે હવે ફેસબૂકે તૈયારી દર્શાવી છે. આ નિયમો લાગૂ કરવાની આજે સમયસીમા પૂર્ણ થવાની હોય ત્યારે હવે ફેસબૂકે નિયમો લાગૂ કરવાની તૈયારી દર્શાવી છે.

સરકારે અગાઉ કંપનીને ચેતવણી આપી હતી કે, જો નવા નિયમો લાગૂ નહીં કરાય તો કંપનીને ભારતમાં બિઝનેસ માટે અનુમતિ નહીં અપાય ત્યારે ફેસબૂકના પ્રવક્તાએ કહ્યું કે, કન્ટેન્ટને રેગ્યુલેટ કરવા માટે સરકારના નવા નિયમોનું પાલન કરવા માટે કંપની તૈયાર છે પણ કેટલાક મુદ્દાઓ પર ચર્ચા પણ જરૂરી છે. આ મુદ્દા પર સરકાર સાથે વધુ ચર્ચા વિચારણા કરવાની અમારી યોજના છે. ITના નિયમો અનુસાર અમે ફેસબૂક સંચાલન માટેના નિયમો લાગૂ કરવા માટે કામ કરી રહ્યા છીએ. ફેસબૂક પર લોકો પોતાના વિચારોને સ્વતંત્રત અને સુરક્ષિત રીતે વ્યક્ત કરી શકે તે માટે અમે પ્રતિબદ્વતા દર્શાવીએ છીએ.

સરકારી સૂત્રો અનુસાર ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ દ્વારા નવા નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. આ દરમિયાન ફેસબૂકે આ ઉપરોક્ત નિવેદન આપ્યું છે કે જો કે ટ્વિટર કે ઇન્સ્ટાગ્રામ તરફથી હજુ કોઇ પ્રક્રિયા સામે આવી નથી.

ઉલ્લેખનીય છે કે, 25 ફેબ્રુઆરીએ સરકાર દ્વારા નવા નિયમોની જાહેરાત કરાઈ હતી. તેનુ પાલન કરવા માટે કંપનીઓને ત્રણ મહિનાનો સમય અપાયો હતો. જો કંપનીઓ નિયમોનુ પાલન નહીં કરે તો તેમને બ્લોક કરવામાં આવી શકે છે.

ITના નવા નિયમો પ્રમાણે આ કંપનીઓએ ભારતમાં એક રેગ્યુલેટરી ઑફિસરની નિમણૂંક કરવી પડશે અને ભારતમાં પોતાનું નામ, સરનામું અને સંપર્ક કેવી રીતે કરવો તેની જાણકારી આપવી પડશે. લોકોની ફરિયાદોનું પણ સમાધાન કરવાનું રહેશે. તે ઉપરાંત વાંધાજનક કન્ટેન્ટ પર પ્રણાલી ઉભી કરવી પડશે.

નવા નિયમો હેઠળ ડિફેન્સ, વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય તેમજ આઈટી મંત્રાલય, સૂચના અને પ્રસારણ મંત્રાલયના પ્રતિનિધિઓની એક સમિતિ બનાવાશે. જે સોશિયલ મીડિયા પર આપત્તિજનક કન્ટેન્ટને બ્લોક કરવા માટે સૂચના આપી શકશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code