1. Home
  2. ગુજરાતી
  3. બિગબોસ સ્ટાર અરમાન કોહલીના ઘરે NCB ના દરોડાઃ ઘરમાંથી ડ્રગ્સ મળી આવતા થઈ અટકાયત
બિગબોસ સ્ટાર અરમાન કોહલીના ઘરે NCB ના દરોડાઃ ઘરમાંથી ડ્રગ્સ મળી  આવતા  થઈ અટકાયત

બિગબોસ સ્ટાર અરમાન કોહલીના ઘરે NCB ના દરોડાઃ ઘરમાંથી ડ્રગ્સ મળી આવતા થઈ અટકાયત

0
Social Share
  • અરમાન કોહલીના ઘરે દરોડા
  • ડ્રગ્સ મળી આવતા કસ્ટડિમાં

મુંબઈઃ- નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ અભિનેતા અને બિગ બોસ 7 સ્ટાર અરમાન કોહલીના જુહુ સ્થિત ઘરે દરોડા પાડ્યા છે.આ સાથે જ ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે અભિનેતાના ઘરેથી ડ્રગ્સ પણ મળી આવ્યો છે, જે બાદ હવે અરમાન કોહલીની એનસીબી ઓફિસમાં પૂછપરછ કરવામાં આવશે.

મીડીયા રિપોર્ટ પ્રમાણે અરમાનના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. આ મામલે જાણવા મળતી માહિતી પ્રમાણે દરોડા પાડવામાં આવતા અરમાન કોહલીના ઘરે ડ્ર્ગસ ઝપ્ત કરવામાં આવ્યું છે. જે બાદ હવે અભિનેતાની NCB ઓફિસમાં પૂછપરછ કરવામાં આવશે. એનસીબીના મુંબઈ ઝોનલ ડિરેક્ટરના જણાવ્યા પ્રમાણે અરમાન કોહલીએ દરોડા બાદ એનસીબીના પ્રશ્નોનો યોગ્ય જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ તેને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે અરમાન ઘણા સમયથી અનેક વિવાદમાં સપડાયેલો જોવા મળે છે, આ પહેલા પણ એકવાર અરમાનની આબકારી વિભાગ દ્વારા ગેરકાયદેસર દારૂ રાખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે અરમાનના ઘરે મોંઘી સ્કોચની 41 બોટલ મળી આવી છે, જ્યારે નિયમો અનુસાર માત્ર 12 બોટલ જ ઘરમાં રાખી શકાય છે.

અરમાનનો વિવાદ સાથે ખૂબ જૂનો સંબધ છે તેમ કહીએ તો પણ કંઈ ખોટૂ નથી, કારણ કે આ સિવાય પણ વર્ષ 2018 માં અરમાન પર લિવ-ઇન ગર્લફ્રેન્ડ સાથે માર પીટ કરવાનો આરોપ લાગ્યો હતો. આ સાથે તેની સામે એક મહિલા ફેશન ડિઝાઈનર સાથે ગેરવર્તન કરવાનો પણ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારે હવે તેના ઘરમાંથી એનસીબીને ડ્રગ્સ મળી આવતા તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code