1. Home
  2. ગુજરાતી
  3. નવા વર્ષની ભેટ: વોટ્સએપ તેના યુઝર્સ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ અને પેન્શન સ્કીમની સુવિધા પ્રદાન કરશે
નવા વર્ષની ભેટ: વોટ્સએપ તેના યુઝર્સ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ અને પેન્શન સ્કીમની સુવિધા પ્રદાન કરશે

નવા વર્ષની ભેટ: વોટ્સએપ તેના યુઝર્સ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ અને પેન્શન સ્કીમની સુવિધા પ્રદાન કરશે

0
Social Share
  • વોટ્સએપની નવા વર્ષની ભેટ
  • હેલ્થ ઇન્શ્યોરન્સ અને પેન્શન સ્કીમની સુવિધા કરશે પ્રદાન
  • યુઝર્સને થશે લાભ

અમદાવાદ: વોટ્સએપ તેના યુઝર્સ માટે સતત નવા-નવા અપડેટ્સ લઈને આવતું હોય છે. કંપનીએ હાલમાં જ પેમેન્ટ સર્વિસની શરૂઆત કરી છે. અને હવે તે યુઝર્સ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ અને પેન્શન સ્કીમની સુવિધા આપવા જઈ રહ્યું છે. વોટ્સએપ ઇન્ડિયાના પ્રમુખ અભિજિત બોસે હાલમાં જ માહિતી આપી છે કે, કંપની ટૂંક સમયમાં સસ્તું પોસાય તેવું હેલ્થ ઇન્શ્યોરન્સ અને માઇક્રો-પેન્શન પ્રોડક્ટને લોન્ચ કરી શકે છે. વોટ્સએપ આ સુવિધા SBI General Insurance અને HDFC પેન્શન મેનેજમેન્ટ કંપનીના સહયોગથી પ્રદાન કરશે.

16 ડિસેમ્બરે યોજાયેલ ફેસબુકના Fuel for India 2020 વર્ચુઅલ કોન્ફરન્સમાં આ માહિતી આપતા કહ્યું હતું કે, COVID-19 દરમિયાન લોકોને તાત્કાલિક અને લક્ષ્યાંકિત હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ મેળવવાની ક્ષમતા પરિવારોને કટોકટી ખર્ચથી બચાવી શકે છે. અમે આશા રાખીએ છીએ કે, આ પ્રોજેક્ટ્સથી માઇક્રો-પેન્શન અને સ્વાસ્થ્ય વીમાને ખૂબ જ સરળ બનાવશે. અને તેઓ સ્થાન અને આવકને ધ્યાનમાં લીધા વિના સુવિધાઓનો લાભ લઈ શકશે.

વોટ્સએપ દ્વારા આ રીતે ખરીદી શકશો વીમો

બોસે જણાવ્યું હતું કે, યુઝર્સ ટૂંક સમયમાં વોટ્સએપ અને તેના નાણાકીય સેવા ભાગીદારો પાસેથી ‘એફોર્ડેબલ સૈશે સાઇઝડ’હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી અને માઇક્રો પેન્શન પ્રોડકટ ખરીદી શકશે.

તેમણે વધુમાં જણાવ્યું કે,ભારતમાં વોટ્સએપનો ઉદ્દેશ નાના ઉદ્યોગોને ડિજિટાઇઝ કરવા,વ્યવસાયિક સેવાઓ સુધી પહોંચ આપવા, ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા અને સામાજિક અસરોમાં વધારો કરવાનો છે.

આ અંગે એસબીઆઈ જનરલ ઇન્શ્યોરેંસ કંપનીના ચીફ બિઝનેસ ઓફિસર અમર જોશીએ જણાવ્યું હતું કે, એસબીઆઇએ એક વિશિષ્ટ પ્રોડક્ટ તૈયાર કરી છે. જે લોકોની આરોગ્યસંભાળની જરૂરિયાતોનું ધ્યાન રાખશે અને તેને વોટ્સએપ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

વોટ્સએપ તેના યુઝર્સ માટે સતત નવી સુવિધાઓ પ્રદાન કરે છે. હેલ્થ ઇન્શ્યોરન્સ અને પેન્શન યોજનાઓ ઉપરાંત કંપની ટૂંક સમયમાં મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ અને અન્ય ઘણા ફીચર્સને રોલઆઉટ કરશે.

_દેવાંશી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code