1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વાઘોડિયા નજીક દીપડાએ બે ગ્રામજનો પર કર્યો હુમલો, વન વિભાગે પાંજરા મુક્યા
વાઘોડિયા નજીક દીપડાએ બે ગ્રામજનો પર કર્યો હુમલો, વન વિભાગે પાંજરા મુક્યા

વાઘોડિયા નજીક દીપડાએ બે ગ્રામજનો પર કર્યો હુમલો, વન વિભાગે પાંજરા મુક્યા

0
Social Share

વડોદરા, 16 જુલાઈ, 2026 : Leopard attacks two villagers શહેર નજીક આવેલા વાઘોડિયાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો તરખાટ વધી રહ્યો છે. બે દિવસ પહેલા જ દીપડાએ બે ગ્રામજનો પર હુમલા કર્યા હતા.દીપડાના ભયથી લોકો વાડી-ખેતરે જતા પણ ડરી રહ્યા છે. ગ્રામજનોએ દીપડાને પકડવા વન વિભાગ સમક્ષ માગ કરતા વન વિભાગે દીપડાને પકડવા પાંજરા ગોઠવી દીધા છે અને રેસ્ક્યુ ટીમ કામે લાગી છે.

વડોદરા જિલ્લામાં ઘણા સમયથી દીપડો દેખાઈ રહ્યો છે. સૌથી વધુ દીપડા વાઘોડિયા તાલુકામાં અને ત્યારબાદ કરજણ, ડભોઇ, સાવલી, પાદરા અને વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળે છે. દીપડાને પકડવા માટે વારંવાર પ્રયત્નો કરવામાં આવે છે અને તેમાં સફળતા પણ મળે છે પરંતુ તેમ છતાં દીપડા કરી ગ્રામ્ય વિસ્તારોમાં આવી જતા હોય છે. જિલ્લામાં દીપડાની વસતી વધતી જાય છે. જિલ્લામાં દીપડાના મોત નીપજવાના આઠ જેટલા બનાવો બન્યા છે. જેમાં વાડમાં ફસાઈ જવાથી, ટ્રેન અને વાહનની અડફેટમાં આવી જવાથી તેમજ બે કિસ્સામાં સળગેલી હાલતમાં દીપડા મળી આવ્યા હોવાના કિસ્સા બન્યા છે. સાવલી તાલુકામાં દીપડાને મારી નાખવાના બનાવવામાં એક ગ્રામજનની ધરપકડ પણ કરવામાં આવી હતી.

વડોદરા જિલ્લામાં મોટાભાગના બનાવવામાં દીપડા દ્વારા ગાય, વાછરડા અને અન્ય ઢોરોનું મારણ કરવાના બનાવ બન્યા છે. પરંતુ હવે પહેલી વખત વાઘોડિયા તાલુકામાં દીપડાએ બે ગ્રામજનો ઉપર હુમલો કરતા દીપડો માનવભક્ષી બન્યો હોવાનું મનાઈ રહ્યું છે. દેવ નદીને કાંઠે આવેલા ફલોડ ગામે રાત્રે દીપડાએ હેમાંગ પરમાર નામના ગ્રામજન ઉપર હુમલો કરતા તેમને બાથ ભીડી હતી. ત્યારબાદ ભાગેલો દીપડાએ મણીભાઈ પરમાર નામના અન્ય એક આધેડ ઉપર પણ હુમલો કરી બચકા ભર્યા હતા. જે દરમિયાન ગ્રામજનો આવી જતા દિપડો નદીના કોતર તરફ ભાગી છૂટ્યો હતો. હવે વન વિભાગે પાંજરા મુકીને દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code