1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તર ભારત ગરમીમાં શેકાયું: બાંદા 46.6 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર, કાનપુરમાં 56 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
ઉત્તર ભારત ગરમીમાં શેકાયું: બાંદા 46.6 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર, કાનપુરમાં 56 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

ઉત્તર ભારત ગરમીમાં શેકાયું: બાંદા 46.6 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર, કાનપુરમાં 56 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

0
Social Share

નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં હાલ આકરો ઉનાળો પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. રવિવારે ઉત્તર પ્રદેશનું બાંદા 46.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સમગ્ર દેશમાં સૌથી ગરમ સ્થળ નોંધાયું હતું. અગાઉના દિવસે પણ અહીં પારો 47.7 ડિગ્રીએ પહોંચ્યો હતો. ગરમીની આ લહેર એટલી પ્રબળ છે કે હવામાન વિભાગે આગામી દિવસોમાં પારો 50 ડિગ્રીને વટાવી જવાની આશંકા વ્યક્ત કરી છે. ઉત્તરભારતમાં કાળઝાળ ગરમીને કારણે જનજીવનને વ્યાપક અસર પડી છે. તેમજ આગામી દિવસોમાં ગરમીનો પારો 50 ડિગ્રી સુધી પહોંચવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

કાનપુરમાં એપ્રિલ મહિનાની ગરમીએ છેલ્લા 56 વર્ષના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ચંદ્રશેખર આઝાદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 1971થી 2026 સુધીમાં એપ્રિલ માસમાં ક્યારેય પારો 44.1 ડિગ્રી સુધી પહોંચ્યો નથી. આ સાથે જ રાજસ્થાનના બાડમેર અને જેસલમેરમાં 46 ડિગ્રી, જ્યારે પ્રયાગરાજ 45.7 ડિગ્રી સાથે દેશનું ત્રીજું સૌથી ગરમ શહેર રહ્યું હતું.

આ પણ વાંચોઃ એક વ્યક્તિ ખોટી હોઈ શકે, પણ સાત નહીં: રાઘવ ચઢ્ઢા

ગરમી અને લૂના કારણે ઉત્તર ભારતના મોટાભાગના શહેરોમાં બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન અઘોષિત સંચારબંધી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે બપોરે રસ્તાઓ સૂમસામ ભાસતા હતા અને લોકો ઘરોમાં કેદ રહેવા મજબૂર બન્યા હતા, આમ જનજીવનને વ્યાપક અસર પડી છે. તેમજ ગરમીથી બચવા માટે લોકો કાકડી, તરબૂચ અને ઠંડા પીણાના સહારે જોવા મળ્યા હતા. હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 30 ટકા થઈ જતાં લૂની અસર વધુ ઘાતક બની છે.

દેશમાં અત્યારે હવામાનના બે અલગ-અલગ છેડા જોવા મળી રહ્યા છે. જ્યારે ઉત્તર અને મધ્ય ભારત ભીષણ ગરમીનો સામનો કરી રહ્યું છે, ત્યારે પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વોત્તર ભારતમાં 27એપ્રિલથી 2 મે સુધી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વૈજ્ઞાનિક પ્રોફેસર દિનેશ શાહાએ ચેતવણી આપી છે કે જો ગરમીનો પારો આ જ ગતિએ વધતો રહ્યો તો મહત્તમ તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને સતત પાણી પીતા રહેવાની સલાહ આપવામાં આવી છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code