1. Home
  2. ગુજરાતી
  3. અભિષેક બચ્ચનની ફિલ્મ ‘ઘ બિગ બુલ’ OTT પ્લેટફોર્મ પર રિલીઝ – યૂઝર્સ ફિલ્મને ‘સ્કેમ 1992’ સાથે કરી રહ્યા છે કમ્પેર
અભિષેક બચ્ચનની ફિલ્મ ‘ઘ બિગ બુલ’ OTT પ્લેટફોર્મ પર રિલીઝ – યૂઝર્સ ફિલ્મને ‘સ્કેમ 1992’ સાથે કરી રહ્યા છે કમ્પેર

અભિષેક બચ્ચનની ફિલ્મ ‘ઘ બિગ બુલ’ OTT પ્લેટફોર્મ પર રિલીઝ – યૂઝર્સ ફિલ્મને ‘સ્કેમ 1992’ સાથે કરી રહ્યા છે કમ્પેર

0
Social Share
  • અભિષેક બચ્ચનની ફિલ્મ ઘ બિગ બુલ ઓનલાઈન રિલીઝ
  • દર્શકો તરફથી મળી રહ્યા છે મિક્સ રિવ્યૂ

મુંબઈ – અભિનેતા અભિષેક બચ્ચનની  ફિલ્મ ‘ધ બિગ બુલ’ ધ બિગ બુલ’ OTT પ્લેટફોર્મ ડિઝની પ્લેસ હોસસ્ટાર પર રિલીઝ થઇ ચુકી છે.  આ ફિલ્મમાં 1992 ના સૌથી મોટા કૌભાંડની કહાનિ દર્શાવવામાં આવી છે, જેમાં અભિષેક બચ્ચને હેમંત શાહનો રોલ પ્લે કર્યો છે,આ ફિલ્મ વિશે દર્શકો અનેક પ્રકારના રિવ્યૂ આપી રહ્યા છે.

આ પહેલા પણ હર્ષદ મહેતાના જીવન પર આધારિત હંસલ મહેતા દ્વારા દિગ્દર્શિત વેબ સિરીઝ ‘સ્કેમ 1992’ આવી હતી. જેને લઈને પ્રતીક ગાંધી સ્ટારર ‘સ્કેમ 1992’ ને જોઈ ચૂકેલા દર્શકો આ ફિલ્મની તુલના ‘ધ બિગ બુલ’ સાથે કરી રહ્યા છે. કેટલાક દર્શકો અભિષેક બચ્ચનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. તેમણે અભિષેકની એક્ટિંગને ખૂબ જ ખરાબ ગણાવી છે, પરંતુ અભિષેક બચ્ચને ફરી એકવાર ટ્રોલ કરનારને યોગ્ય વળતો જવાબ આપ્યો છે.

વર્ષ 1992 ના કૌભાંડને દર્શાવતી વેબ સીરીઝ ‘સ્કેમ 1992’ રિલીઝ થઈ ચૂકી છે અને જેમાં અભિનેતા પ્રતીક ગાંધીએ મુખ્ય ભૂમિકામાં જાવા મળ્યા હતા,ત્યારે રહવે આજ કહાનિ પર  અભિષેક બચ્ચન સ્ટારર ફિલ્મ ધ બિગ બુલ ફિલ્મ રિલીઝ થતા દર્શકો તેની સરખામણી વેબસિરીઝ સાથે કરી રહ્યા છે,સોશ્યલ મીડિયા પર યુઝર્સ પ્રિતિક ગાંધી અને અભિષેક બચ્ચનના ફોટોઝ મિક્સ કરી શેર કરી રહ્યા છે.

એક યૂઝરે અભિષેક બચ્ચનને ફિલ્મ ‘ધ બિગ બુલ’ માં તેની એક્ટિંગને ટ્રોલ કરતા લખ્યું છે કે, ‘હંમેશાની જેમ અભિષેક બચ્ચને પોતાની થર્ડ રેટ એક્ટિંગથી આ બેકાર લખેલી અને ખરાબ રિતે વર્ણવાયેલી ફિલ્મને તેના અભિનયથી નિરાશ નથી કરી, પ્રતીક ગાંધીની સિરિઝ આનાથઈ વધુ સારી હતી.

ક ફિલ્મ ‘ધ બિગ બુલ’ માં અભિષેકની સાથે ઇલિયાના ડિક્રુઝ, નિકિતા દત્તા, સૌરભ શુક્લા અને રામ કપૂર જેવા કલાકારો પણ જોવા મળે છે. આ ફિલ્મનું દિગ્દર્શન કુકી ગુલાટીએ કર્યું છે અને આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર ઓનલાઇન દર્શાવવામાં આવી છે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code