1. Home
  2. ગુજરાતી
  3. “ગાઝા હોસ્પિટલ પર થયેલા હુમલાથી ક્રોધિત અને ખૂબ જ દુઃખી છું”: રાષ્ટ્રપતિ જો બાઈડેન
“ગાઝા હોસ્પિટલ પર થયેલા હુમલાથી ક્રોધિત અને ખૂબ જ દુઃખી છું”: રાષ્ટ્રપતિ જો બાઈડેન

“ગાઝા હોસ્પિટલ પર થયેલા હુમલાથી ક્રોધિત અને ખૂબ જ દુઃખી છું”: રાષ્ટ્રપતિ જો બાઈડેન

0
Social Share

દિલ્હી: ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ઈઝરાયેલ પણ ગાઝા તરફથી હુમલાનો યોગ્ય જવાબ આપી રહ્યું છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મળેલી માહિતી અનુસાર ઈઝરાયેલના હુમલાને કારણે ગાઝાની એક હોસ્પિટલમાં 500 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈઝરાયેલને સમર્થન આપી રહેલું અમેરિકા આ ​​હુમલાથી નારાજ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને મંગળવારે કહ્યું કે તેઓ ગાઝા હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટ પર ગુસ્સે છે. તેણે પોતાના સુરક્ષા સલાહકારોને આ બાબતે વધુ વિગતો એકઠી કરવા કહ્યું છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન આજે ઈઝરાયેલ પહોંચી રહ્યા છે. ઇઝરાયલની મુલાકાતે આવેલા જો બાઈડેને કહ્યું, “ગાઝાની અલ-અહલી અરબ હોસ્પિટલમાં વિસ્ફોટ અને તેના પરિણામે જાનમાલના ભયંકર નુકસાનથી હું ખૂબ જ ગુસ્સે અને દુઃખી છું.” હમાસે ગાઝા હોસ્પિટલમાં હુમલા માટે ઇઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે. જ્યારે ઇઝરાયેલે દાવો કર્યો છે કે આ હુમલો તેમના દ્વારા કરવામાં આવ્યો ન હતો પરંતુ હમાસ દ્વારા કરવામાં આવેલી મિસફાયરનું પરિણામ હતું.

જો બાઈડેને કહ્યું કે જ્યારે તેમણે ગાઝા હોસ્પિટલ પર હુમલાના સમાચાર સાંભળ્યા ત્યારે તેમણે તરત જ જોર્ડનના રાજા અબ્દુલ્લા II અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી. તેમણે તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમને શું થયું તેની માહિતી એકત્ર કરવા સૂચના આપી છે. જો બાઈડેને કહ્યું કે અમેરિકા સંઘર્ષ દરમિયાન લોકોના જીવનની સુરક્ષા માટે ઊભું છે. તેમણે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા દર્દીઓ, મેડિકલ સ્ટાફ અને અન્ય નિર્દોષ લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code