Homeગુજરાતીપાકિસ્તાન: ખૈબર પખ્તુનખ્વામા બસ ખીણમાં ખાબકી, 40 મુસાફરોના મોત

પાકિસ્તાન: ખૈબર પખ્તુનખ્વામા બસ ખીણમાં ખાબકી, 40 મુસાફરોના મોત

ક્વેટા, 03 જુલાઈ 2026: Bus plunges into ravine in Khyber Pakhtunkhwa બલૂકિસ્તાનના શેરાની જિલ્લાના ધનાસર વિસ્તારથી ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઈસ્માઈલ ખાન તરફ જઈ રહેલી એક પેસેન્જર બસ ખીણમાં ખાબકતાં ઓછામાં ઓછા 40 લોકોનાં મોત થયાં હતાં અને અન્ય આઠ લોકો ઘાયલ થયા હતા.

બલૂકિસ્તાનના મુખ્યમંત્રીના મીડિયા અને રાજકીય બાબતોના સલાહકાર શાહિદ રિંદના એક નિવેદનમાં જણાવાયું છે કે, “પ્રારંભિક અહેવાલો અનુસાર, આ ઘટનામાં 40 લોકોનાં મોત થયાં છે અને અન્ય આઠ લોકો ઘાયલ થયા છે.”

બચાવ કામગીરી હાથ ધરવામાં આવી

બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગ્ટીના નિર્દેશ પર ઘટના બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. નિવેદનમાં જણાવાયું હતું કે, “બંને પ્રાંતોનું જિલ્લા વહીવટીતંત્ર, બચાવ ટુકડીઓ અને અન્ય સંબંધિત વિભાગો અસરગ્રસ્ત લોકોને મદદ કરી રહ્યા છે.” એવું પણ જણાવવામાં આવ્યું હતું કે સત્ય બહાર લાવવા માટે આ ઘટનાની તપાસ કરવામાં આવશે.

અગાઉ, શેરાનીના ડેપ્યુટી કમિશનર વલી ખાન કાકરે ‘ડૉન’ (Dawn) સમક્ષ ઘટનાસ્થળ અને અન્ય વિગતોની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે બસ 36 મુસાફરો સાથે ક્વેટાથી રવાના થઈ હતી, પરંતુ રસ્તામાં બગડી ગયેલી અન્ય એક બસના વધારાના મુસાફરો પણ તેમાં સવાર થયા હતા.

ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

ઘાયલ થયેલા આઠ લોકોને ઝોબની ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર હોસ્પિટલ (DHQ) માં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે મૃતદેહોને શરૂઆતમાં નજીકના ગ્રામીણ આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. ‘રેસ્ક્યુ 1122’ ના નિવેદન અનુસાર, ત્યારબાદ મૃતદેહોને ઝોબ DHQ માં ખસેડવામાં આવ્યા હતા.

વધુ વાંચો: યુક્રેનની રાજધાની કિવ પર રશિયાના ડ્રોન અને મિસાઇલ હુમલામાં 27 લોકોના મોત

સંબંધિત લેખો

Most Popular