કાબુલ, 24 સપ્ટેમ્બર 2026: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન પાકિસ્તાને ગુરુવારે સવારે દાવો કર્યો હતો કે, પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનની અંદર 10 સ્થળો ઉપર હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે, આ સ્થળોનો ઉપર પાકિસ્તાનમાં ડ્રોન હુમલા માટે કરવામાં આવ્યો હતો. બંને દેશ વચ્ચે શાંતિ સ્થપાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે ત્યારે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાને પગલે બંને દેશ વચ્ચે તણાવ વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
પાકિસ્તાનના સુચના મંત્રી અતાઉલ્લાહ તરારએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, પાકિસ્તાને અફઘાનિસ્થાનમાં 10 સ્થલોને નિશાન બનાવ્યાં છે. એક દિવસ પહેલા પાકિસ્તાની અધિકારીઓએ દાવો કર્યો હતો કે, અફઘાન તાલિબાન દ્વારા પાકિસ્તાનમાં આઠ જેટલા ડ્રોન મોકલવામાં આવ્યાં હતા. આ ડ્રોન કોહાટ અને તોરખમ સરહદ પાસે પહોંચે તે પહેલા જ તોડી પડાયાં હતા. તેમજ પાકિસ્તાની સેનાએ સરહદ પારથી ઘુસણખોરીને પણ નિષ્ફળ બનાવી છે. જો કે, અફઘાન તાલિબાન સરકારે પાકિસ્તાનના આરોપોને નકાર્યાં હતા.
-
પાકિસ્તાની હુમલા અંગે તાલિબાને નથી આપી પ્રતિક્રિયા
તાબિલાન સરકારના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદને ગઈકાલે બુધવારે જણાવ્યું હતું કે, અફઘાન તાલિબન દળોએ પાકિસ્તાન ઉપર કોઈ હુમલો કર્યો હતો. આજે પાકિસ્તાને કરેલા હવાઈ હુમલાને લઈને તાલિબાન સરકાર દ્વારા કોઈ પ્રતિક્રિયા હજુ સુધી વ્યક્ત કરવામાં આવી નથી. જો કે, આ પહેલા પાકિસ્તાને પૂર્વીય અફઘાનિસ્તાનમાં વિદ્રોહીના સ્થળોને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યાં હતા. પાકિસ્તાને આ કાર્યવાહીને આતંકવાદ વિરોધી અભિયાન બતાવી હતી. જ્યારે અફઘાન અધિકારીઓએ આ હુમલામાં સામાન્ય નાગરિકોના મોત થયાનો દાવો કર્યો હતો.
પાકિસ્તાની અધિકારીઓના જણવ્યા અનુસાર, અફઘાનિસ્તાન તરફથી કથિત રીતે ઘુસણખોરીના પ્રયાસ બાદ તાલિબાન દળોએ પાકિસ્તાની સરહદ ચોકીઓ ઉપર મોર્ટર અને ભારે હથિયારો વડે હુમલો કર્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાની સેનાએ તોપોથી કાર્યવાહી કરી અને તાલિબાનની સરહદી ચોકીઓ, મોર્ટાર સ્થળો અને રક્ષાત્મક સ્થળોને નિશાન બનાવામાં આવ્યાં હતા. આ હુમલાને પગલે તાલિબાનના કેટલાક જવાનો પોતીની ચોકીઓ છોડીને ફરાર થઈ ગયા હતા. પાકિસ્તાન આ ઘુસણખોરોને ફિતના ઉલ ખ્વારિજ કહે છે. જેનો ઉપયોગ તેઓ પાકિસ્તાની તાલિબન માટે કરે છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધી રહેલી સૈન્ય કાર્યવાહીને પગલે ચીન, તુર્કીયે, કતર અને સાઉદી અરબની મધ્યસ્થતાના પ્રયાસોને ઝટકો લાગ્યો છે. બીજી તરફ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અફઘાનિસ્તાનમાં 20થી વધારે પાકિસ્તાન વિરોધી આતંકવાદી સંગઠનોની હાજરીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.


