1. Home
  2. ગુજરાતી
  3. વન રૅન્ક વન પૅન્શન હેઠળ સશસ્ત્ર દળોનાં પૅન્શનર્સનાં પૅન્શનમાં સુધારો કરાયો, એરિયર્સ તરીકે રૂ. 23,638 કરોડ ચૂકવાશે
વન રૅન્ક વન પૅન્શન હેઠળ સશસ્ત્ર દળોનાં પૅન્શનર્સનાં પૅન્શનમાં સુધારો કરાયો, એરિયર્સ તરીકે રૂ. 23,638 કરોડ ચૂકવાશે

વન રૅન્ક વન પૅન્શન હેઠળ સશસ્ત્ર દળોનાં પૅન્શનર્સનાં પૅન્શનમાં સુધારો કરાયો, એરિયર્સ તરીકે રૂ. 23,638 કરોડ ચૂકવાશે

0
Social Share

નવી દિલ્હીઃ પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 01 જુલાઈ, 2019થી વન રૅન્ક વન પૅન્શન (ઓઆરઓપી) હેઠળ સશસ્ત્ર દળોનાં પૅન્શનર્સ/ફેમિલી પૅન્શનર્સનાં પૅન્શનમાં સંશોધનને મંજૂરી આપી છે. પાછલા પૅન્શનર્સનું પૅન્શન કૅલેન્ડર વર્ષ 2018માં નિવૃત્ત થયેલા સંરક્ષણ દળોના સમાન રૅન્ક અને સેવાની સમાન અવધિમાં લઘુતમ અને મહત્તમ પૅન્શનની સરેરાશના આધારે ફરી નિર્ધારિત કરવામાં આવશે.

30 જૂન, 2019 સુધી નિવૃત્ત થયેલા સશસ્ત્ર દળોના કર્મચારીઓને {01 જુલાઈ, 2014થી પ્રિ-મેચ્યોર (પીએમઆર) નિવૃત્ત થયેલા સિવાય} આ સુધારા હેઠળ આવરી લેવામાં આવશે. 25.13 લાખથી વધારે (4.52 લાખથી વધારે નવા લાભાર્થીઓ સહિત) સશસ્ત્ર દળોનાં પૅન્શનર્સ/ફેમિલી પૅન્શનર્સને લાભ થશે. સરેરાશથી વધુ મેળવનારા માટે પૅન્શન સુરક્ષિત રહેશે. આ લાભ યુદ્ધની વિધવાઓ અને દિવ્યાંગ પૅન્શનર્સ સહિત ફેમિલી પૅન્શનર્સને પણ આપવામાં આવશે.

એરિયર્સની ચૂકવણી ચાર અર્ધવાર્ષિક હપ્તામાં કરવામાં આવશે. જો કે, વિશેષ/લિબરલાઇઝ્ડ ફેમિલી પૅન્શન મેળવનારા અને ગૅલેન્ટ્રી એવોર્ડ વિજેતાઓ સહિત તમામ ફેમિલી પૅન્શનર્સને એક જ હપ્તામાં એરિયર્સની ચૂકવણી કરવામાં આવશે.

સુધારણાના અમલીકરણ માટેના અંદાજિત વાર્ષિક ખર્ચની ગણતરી આશરે કરવામાં આવી છે જે @31% ડિયરનેસ રિલીફ (ડીઆર) મુજબ ગણતા રૂ. 8450 કરોડ થાય છે.  01 જુલાઈ, 2019થી 31 ડિસેમ્બર, 2021 સુધીના સમયગાળા માટે 19,316 કરોડ રૂપિયાથી વધુની એરિયર્સની ગણતરી 01 જુલાઈ, 2019 થી 30 જૂન, 2021 સુધીના સમયગાળા માટે 17% ડીઆરના આધારે અને 01 જુલાઈ, 2021થી 31 ડિસેમ્બર, 2021 સુધીના સમયગાળા માટે @31% પર  19,316 કરોડ રૂપિયાથી વધુની કરવામાં આવી છે. 01 જુલાઈ, 2019થી 30 જૂન, 2022 સુધીના એરિયર્સની ગણતરી લાગુ મોંઘવારી રાહત મુજબ અંદાજે રૂ.૨૩,૬૩૮ કરોડ છે. આ ખર્ચ ઓઆરઓપીનાં કારણે ચાલી રહેલા ખર્ચથી ઉપર અને વધારાનો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code