અમદાવાદઃ અમદાવાદ શહેરમાં પ્લેન દૂર્ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ પીએમ મોદી અને અમિત શાહ ગુજરાત સરકારના સતત સંપર્કમાં છે અને તમામ જરુરી મદદની ખાતરી આપી છે. દરમિયાન અમિત શાહ અમદાવાદ આવે તેવી શકયતા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી. દરમિયાન ગુજરાતના ભાજપના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે સમગ્ર ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત ભાજપના તમામ કાર્યકરોને આ ઘટનામાં બચાવ કામગીરીમાં જોતરાઈ જવા માટે અપીલ કરી હતી.