1. Home
  2. ગુજરાતી
  3. આ 21 દેશોના દિગ્ગજોને પાછળ છોડીને PM મોદી વૈશ્વિક નેતાઓની યાદીમાં સૌથી લોકપ્રિય નેતા બન્યા
આ 21 દેશોના દિગ્ગજોને પાછળ છોડીને PM મોદી વૈશ્વિક નેતાઓની યાદીમાં સૌથી લોકપ્રિય નેતા બન્યા

આ 21 દેશોના દિગ્ગજોને પાછળ છોડીને PM મોદી વૈશ્વિક નેતાઓની યાદીમાં સૌથી લોકપ્રિય નેતા બન્યા

0
Social Share

દિલ્હી :લોકપ્રિય વૈશ્વિક નેતાઓની તાજેતરની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના તમામ નેતાઓને પાછળ છોડી દીધા છે. વિશ્વભરના 76 ટકા લોકોએ તેમને વિશ્વના સર્વશ્રેષ્ઠ અને સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતા માને છે. બીજી તરફ, આ યાદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન 41 ટકા વોટ સાથે 7મા સ્થાને છે, જ્યારે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકને 34 ટકા વોટ મળ્યા છે અને તે 13મા સ્થાને છે.

વાસ્તવમાં, બિઝનેસ ઇન્ટેલિજન્સ કંપની, મોર્નિંગ કન્સલ્ટે તેના તાજેતરના સર્વે ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ્સના આંકડા જાહેર કર્યા છે. જેમાં પીએમ મોદી, જો બાઈડેન, ઋષિ સુનક, લોપેઝ ઓબ્રાડોર સહિત વિશ્વના 22 મોટા નેતાઓના નામ સામેલ છે. સંસ્થાએ 22 માર્ચથી 28 માર્ચ દરમિયાન આ સર્વે કર્યો છે. તેના આંકડા 30 માર્ચ 2023ના રોજ જાહેર કરવામાં આવ્યા છે. રેટિંગમાં પીએમ મોદીને સૌથી લોકપ્રિય નેતા ગણાવવામાં આવ્યા છે.

વૈશ્વિક નેતાઓની આ રેટિંગમાં મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોર બીજા સ્થાને છે, જેમને 61 ટકા મત મળ્યા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસ 55 ટકા વોટ સાથે ત્રીજા સ્થાને છે. સ્વિસ રાષ્ટ્રપતિ એલેન બાર્સેટ 53 ટકા વોટ સાથે ચોથા સ્થાને છે. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા 49 ટકા મતો સાથે આ યાદીમાં પાંચમા સ્થાને છે.

 સર્વેમાં આ દેશોનો સમાવેશ કરવામાં આવ્યો

મોર્નિંગ કન્સલ્ટન્ટ દ્વારા યાદીમાં સામેલ 22 દેશોના ટોચના નેતાઓમાં ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, બ્રાઝિલ, કેનેડા, ચેક રિપબ્લિક, ફ્રાન્સ, જર્મની, ભારત, આયર્લેન્ડ, ઇટાલી, જાપાન, મેક્સિકો, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, દક્ષિણ કોરિયા, સ્પેન,સ્વીડન, સ્વિત્ઝર્લેન્ડ, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ સામેલ છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code