1. Home
  2. ગુજરાતી
  3. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 6:30 કલાકે એઇમ્સ ખાતેથી કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 6:30 કલાકે એઇમ્સ ખાતેથી કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 6:30 કલાકે એઇમ્સ ખાતેથી કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો

0
  • દેશવ્યાપી રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ
  • પીએમ મોદીએ લગાવી કોરોનાની વેક્સીન
  • દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં લીધી રસી
  • પીએમ મોદીએ ટ્વિટ કરીને આપી માહિતી
  • દેશવાસીઓને વેક્સીન લેવા કરી અપીલ

1 માર્ચથી એટલે કે આજથી 60 વર્ષથી ઉપરના લોકોને કોરોના વેક્સીન આપવાની પ્રક્રિયા શરૂ થઇ છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રથમ વેક્સીન આપવામાં આવી હતી. આજથી દેશભરમાં કોરોના વેક્સીનેશનના બીજા તબક્કાની શરૂઆત થઇ છે. વેક્સીન લગાડ્યા બાદ પીએમ મોદીએ અપીલ કરી છે કે, આ તબક્કામાં પસંદ કરેલા લોકોએ વેક્સીન જરૂરથી લગાવવી જોઈએ. પુડુચેરીની નર્સ પી નિવેદાએ પીએમ મોદીને કોવેક્સીનનો ડોઝ આપ્યો છે.

પીએમ મોદીની વેક્સીન લગાવવાવાળી જે તસવીર સામે આવી છે.તેમાં બે નર્સ ઉભી નજરે પડે છે. આમાં પીએમ મોદીને વેક્સીન લગાવનાર નર્સ પુડુચેરીની રહેવાસી છે, જ્યારે બીજી કેરળની છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે ‘એઇમ્સમાં કોવિડ -19 વેક્સીનનો પહેલો ડોઝ લીધો. નોંધનીય છે કે, આપણા ડોકટરો અને વૈજ્ઞાનિકોએ કોવિડ -19 સામે વૈશ્વિક લડતને મજબૂત બનાવવા માટે ખૂબ જ ટૂંકા સમયમાં કામ કર્યું છે. હું તે તમામને વેક્સીન લગાવવાની અપીલ કરું છું કે, જેઓ વેક્સીન લેવા માટે યોગ્ય છે. સાથે આવો અને ભારતને કોરોના વાયરસથી મુક્ત બનાવીએ.

દેશમાં કોરોના રસીકરણનો બીજો તબક્કો સોમવારથી શરૂ થઇ રહ્યો છે.જેમાં 60 વર્ષના લોકોની સાથે 45 થી 59 વર્ષની વયના લોકોને પણ કોરોનાની વેક્સીન આપવામાં આવશે, જે ગંભીર બીમારીઓથી પીડિત છે.

પીએમ મોદીએ એઇમ્સમાં કોવિડનો પ્રથમ ડોઝ લીધો.વેક્સીન આપવામાં આવ્યા બાદ વડાપ્રધાને અડધો કલાક રોકાઈને સમગ્ર વેક્સીન પ્રોટોકોલનું પાલન કર્યું હતું.

કોરોના વેક્સીન વિશે પહેલેથી જ કહેવામાં આવ્યું છે કે, સરકારી હોસ્પિટલમાં આ વિનામૂલ્ય અને ખાનગી હોસ્પિટલમાં 250 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. કોરોના વેક્સીનના બે ડોઝ લેવાના છે. એટલે કે, ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સીન મેળવવા માટે 500 રૂપિયા ખર્ચ થશે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 1 કરોડ 10 લાખ 96 હજાર 731 લોકોને સંક્રમિત થઇ ચુક્યા છે,જેમાંથી 1 લાખ 57 હજાર 51 લોકો મૃત્યુ પામ્યા છે. જોકે આજદિન સુધી 1 કરોડ 7 લાખ 75 હજાર 169 લોકો સાજા પણ થયા છે. અને 1 લાખ 64 હજાર 511 એક્ટિવ કેસ હાજર છે. મંત્રાલયના આંકડા મુજબ,ભારતમાં કોવિડ -19 થી સાજા થનારા લોકોનું પ્રમાણ 97.1 ટકા છે,જ્યારે મૃત્યુ દર 1.42 ટકા છે.

-દેવાંશી

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code