Homeગુજરાતીદિલ્હીની એનસીઆરમાં ફરી પ્રદુષણ વધ્યું -  હવા દુષિત બનતા  ગ્રેપ 2 લાગૂ 

દિલ્હીની એનસીઆરમાં ફરી પ્રદુષણ વધ્યું –  હવા દુષિત બનતા  ગ્રેપ 2 લાગૂ 

  • દિલ્હીની હવા બની પ્રુદિષત
  • ફરી ગ્રેપ ટૂ લાગૂ કરવામાં આવ્યું

દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીની આબોહવા સામાન્ય રીતે પ્રદુષિત હોય છે જો કે છેલ્લા થોડા દિવસમાં ઠંડી ઓછી થવાની સાથે જ હવા પમ સુધરી હતી જો કે ફરી દિલ્હીવાસીઓને ષશ્વાસ લેવું મનુશ્કેલ બન્યું છે એર ક્વોલિટી ઈન્ડેક્ષ એક વાર ફરી ખરાબ શ્રેણીમાં નોંધાયો છે.આ સાથે જ  લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ હતું. જ્યારે ગુરુવારે લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 28.7 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધુ જોવા મળે છે.

આજરોજ દિલ્હી સહિત સમગ્ર NCRમાં ફરી એકવાર પ્રદૂષણની ચાદર છવાઈ ગઈ છે.મીડિયા રિપોર્ટની વાત જો માનીએ તો રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તામાં ઘટાડો થયો છે. આ પ્રદુષણને લઈને કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ  દ્વારા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના બીજા તબક્કાનો તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવ્યો છે.

 રાજધાની દિલ્હીમાં એકંદર હવાની ગુણવત્તા 329 પર ઇન્ડેક્સ સાથે ‘ખૂબ નબળી’ શ્રેણીમાં નોંધવામાં આવી હતી. આ સાથે જ શહેરના તમામ મુખ્ય મોનિટરિંગ સ્ટેશનો પરનો AQI ‘ખૂબ નબળી’ શ્રેણીમાં નોંધવામાં આવ્યો છે.જેને લઈને તાત્કાલિક આ પગલું લેવાની ફરજ પડી હતી.
એક્યૂઆઈ જૂદા જૂદા વિસ્તારમાં આ રીતે નોંધાયો
 નોઇડાએ 366 ની AQI સાથે ‘ખૂબ જ નબળી’ શ્રેણી જોઈ. ગુરુગ્રામનો AQI પણ 322 પર ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં રહ્યો. 201 અને 300 ની વચ્ચેનો AQI ‘નબળી’, 301 થી 400 ‘ખૂબ નબળી’ અને 401 થી 500 ‘ગંભીર’ ગણાય છે. 

 

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img