Homeગુજરાતીપ્રધાનમંત્રીએ બાબા વિશ્વનાથ મંદિરમાં પ્રાર્થના અને પૂજા અર્ચના કરી

પ્રધાનમંત્રીએ બાબા વિશ્વનાથ મંદિરમાં પ્રાર્થના અને પૂજા અર્ચના કરી

વારાસણી, 29 એપ્રિલ 2026: પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ આજે ​​કાશીમાં બાબા વિશ્વનાથ મંદિરમાં પ્રાર્થના અને પૂજા અર્ચના કરી, જ્યાં તેમણે દેશના લોકોના સુખ, સમૃદ્ધિ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા ઉપર કાશીના બાબા વિશ્વનાથ મંદિરના ફોટો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “હર હર મહાદેવ!” મને કાશીના બાબા વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરવાનું સૌભાગ્ય મળ્યું. અહીં, મેં ભગવાન ભોળાનાથ સમક્ષ મારા તમામન દેશવાસીઓ માટે સુખ, સમૃદ્ધિ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી. મને માતા અન્નપૂર્ણા અને માતા ગંગાના દર્શનથી અપાર શાંતિ મળી. તેમના આશીર્વાદ દરેકને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે!

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular