1. Home
  2. Agency
  3. News
  4. ઈરાનમાં વિરોધની ચરમસીમાઃ મહિલાઓએ ખામેનીના બળતા પોસ્ટરથી સિગારેટ સળગાવી
ઈરાનમાં વિરોધની ચરમસીમાઃ મહિલાઓએ ખામેનીના બળતા પોસ્ટરથી સિગારેટ સળગાવી

ઈરાનમાં વિરોધની ચરમસીમાઃ મહિલાઓએ ખામેનીના બળતા પોસ્ટરથી સિગારેટ સળગાવી

0
Social Share

તેહરાન, 10 જાન્યુઆરી, 2026: Women light cigarettes with burning posters of Khamenei ઈરાનમાં શાસકો વિરુદ્ધ આંદોલન તેની ચરમસીમાએ પહોંચી ગયું છે. ખાસ કરીને અહીં ચાલી રહેલું હિજાબ વિરોધી આંદોલન હવે વધુ આક્રમક અને પ્રતીકાત્મક બની રહ્યું છે. સોશિયલ મીડિયા પર ઈરાની મહિલાઓની કેટલીક તસવીરો અને વીડિયોએ વૈશ્વિક સ્તરે વાયરલ થઈ રહ્યા છે. આ વાયરલ તસવીરોમાં મહિલાઓ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેનેઈના સળગતા ફોટાનો ઉપયોગ કરીને જાહેરમાં સિગારેટ સળગાવતી જોવા મળી રહી છે. આ ઘટનાને ઈરાની શાસન વિરુદ્ધના બળવા તરીકે જોવામાં આવી રહી છે.

શા માટે આ તસવીરો ચર્ચામાં છે?

આ ઘટના પાછળના મુખ્ય કારણોમાં મહિલાઓની અંગત આઝાદી પરના પ્રતિબંધો અને વર્ષોથી ચાલી રહેલું દમન છે. ઈરાની સોશિયલ મીડિયા યુઝર્સના મતે, “જ્યારે કોઈ શાસન જનતાના મૂળભૂત અધિકારોને કચડી નાખે છે, ત્યારે જનતા તે શાસકોના પ્રતીકોનો આ રીતે નિકાલ કરે છે.” સિગારેટ સળગાવવી એ અહીં સત્તાના અહંકારને રાખમાં ફેરવવાની પ્રક્રિયા તરીકે દર્શાવવામાં આવી રહી છે.

જોખમ છતાં ભય નહીં

શાસકોને આવા વિરોધ દ્વારા સીધો પડકાર અને સત્તાનું અપમાન કરવામાં આવી રહ્યું છે. જોકે ઈરાનના કડક કાયદા હેઠળ સર્વોચ્ચ નેતાનું અપમાન કરવું એ ગંભીર ગુનો ગણાય છે, જેમાં જેલ અથવા મૃત્યુદંડની સજા થઈ શકે છે. તેમ છતાં, પ્રદર્શનકારી મહિલાઓ આ રીતે સળગતા ફોટાનો ઉપયોગ કરીને શાસન પ્રત્યે પોતાનો રોષ અને નિર્ભયતા પ્રગટ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો આ તસવીરોને ઈરાની ક્રાંતિના ‘નવા પ્રતીક’ તરીકે ગણાવી રહ્યા છે.

આ તસવીરો વાયરલ થયા બાદ ઈરાની સુરક્ષા એજન્સીઓએ સર્વેલન્સ વધારી દીધું છે. અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ પર કાપ મૂકવામાં આવ્યો છે અને પ્રદર્શનકારીઓની ઓળખ કરી તેમની અટકાયત કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. તેહરાન અને અન્ય મુખ્ય શહેરોમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે જેથી આ પ્રકારના પ્રતીકાત્મક વિરોધને અટકાવી શકાય.

વૈશ્વિક પ્રતિક્રિયા

માનવ અધિકાર સંગઠનોએ આ મહિલાઓની હિંમતને બિરદાવી છે. યુરોપ અને અમેરિકાના અનેક દેશોમાં રહેતા ઈરાની નાગરિકોએ આ તસવીરોને શેર કરીને ઈરાનની વર્તમાન પરિસ્થિતિ તરફ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. વિશ્લેષકોનું માનવું છે કે આ પ્રકારનો પ્રતીકાત્મક વિરોધ દર્શાવે છે કે હવે ઈરાનમાં પરિવર્તનની લહેર માત્ર હિજાબ સુધી સીમિત નથી, પરંતુ તે સંપૂર્ણ સત્તા પરિવર્તન તરફ ઈશારો કરી રહી છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પનું ઈરાનને અલ્ટીમેટમ: નિર્દોષો પર બળપ્રયોગ કર્યો તો ખેર નથી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code