1. Home
  2. Agency
  3. News
  4. પુલવામા હુમલાના માસ્ટરમાઈડને પાકિસ્તાનમાં ધુરંધરે ઠાર માર્યો
પુલવામા હુમલાના માસ્ટરમાઈડને પાકિસ્તાનમાં ધુરંધરે ઠાર માર્યો

પુલવામા હુમલાના માસ્ટરમાઈડને પાકિસ્તાનમાં ધુરંધરે ઠાર માર્યો

0
Social Share

નવી દિલ્હી, 21 મે, 2026 – પુલવામા હુમલાના માસ્ટરમાઈડને પાકિસ્તાનમાં અજાણ્યા બંદુકધારીએ ઠાર માર્યો છે. પ્રારંભિક અહેવાલ અનુસાર પ્રતિબંધિત આતંકી સંગઠન અલ બદ્રના પ્રમુખ કમાન્ડર પૈકી એક અરજમંદ ગુલજાર ઉર્ફે બુરહાન હમજાને અજાણ્યા બંદુકધારીએ ઠાર માર્યો છે.

આતંકી હમજા સુરક્ષા એજન્સઓની મોસ્ટ વોન્ટેડ યાદીમાં પણ હતો. વાસ્તવમાં આ જેહાદી દક્ષિણ કાશ્મીરના પુલવામાનો રહેવાસી હતો અને છેલ્લા સાત વર્ષથી પાકિસ્તાન ભાગી ગયો હતો.

બુહરાન હમજાને પાકિસ્તાનના મુજફ્ફરાબાદમાં ઠાર મારવામાં આવ્યો હોવાનું મીડિયા અહેવાલો દ્વારા જાણવા મળે છે.

2019ની 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુરવામામાં પસાર થઈ રહેલા સીઆરપીએફના કાફલા ઉપર મોટાપાયે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. એ હુમલામાં ભારતીય અર્ધલશ્કરી દળના 40 જવાનો વીરગતિ પામ્યા હતા.

પ્રારંભિક અહેવાલો અનુસાર હમજા પાકિસ્તાનના કબજા હેઠળના મુજફ્ફરાબાદમાં તેની ઑફિસમાં બેઠો હતો ત્યાં અજાણ્યા લોકોએ આવીને ધુરંધરની જેમ જેહાદી આતંકીને ઠાર મારી દીધો હતો.

હમજા બુરહાન પુલવામા આતંકી હુમલાના કાવતરામાં સામેલ હતો. પાકિસ્તાનમાં તે પોતાની ઓળખ શિક્ષક તરીકે આપતો હતો. તે પીઓકેમાં અન્ય આતંકવાદી સંગઠનો પણ તૈયાર કરતો હતો અને તેમાં ભરતી થનારને તાલીમ આપતો હતો. તે સરહદી વિસ્તારોમાંથી ભારતમાં જેહાદીઓની ઘૂસણખોરી કરાવતો હોવાનું પણ જાણવા મળ્યું હતું.

ભારતનું ઓપરેશન બાલાકોટ

2019માં પુલવામાં જિલ્લામાં જેહાદી આતંકીઓએ 300 કિલો કરતાં વધુ આઈઈડીનો ઉપયોગ કરીને સીઆરપીએફના કાફલા ઉપર હુમલો કરી દીધો હતો. એ હુમલો એટલો ભયંકર હતો કે સીઆરપીએફના જવાનોને લઈ જતી બસોના ફુરચા ઊડી ગયા હતા. એ જેહાદી આતંકમાં 40 જવાનો વીરગતિ પામ્યા હતા.

એ ઘટનાના 12 જ દિવસમાં ભારતીય હવાઈદળના યુદ્ધ વિમાનોને પાકિસ્તાનના ખૈબર પખ્તુન્વા ક્ષેત્રમાં સર્જિકલ સ્ટ્રાઈક કરીને આંતકીઓના કેમ્પ ઉડાવી દીધા હતા. ભારતની એ એર સ્ટ્રાઈકથી પાકિસ્તાન ડરી ગયું હતું અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેણે રોદણાં રોવાનું ચાલુ કર્યું હતું.

અહીં નોંધપાત્ર છે કે હજુ તાજેતરમાં જ ભારતીય સૈન્યના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ એક ઈન્ટર્વ્યુ દરમિયાન પાકિસ્તાનને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું હતું કે, હવે પાકિસ્તાને નક્કી કરવાનું છે કે તેણે ભૂગોળનો ભાગ રહેવું છે કે ઇતિહાસ બની જવું છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાન જો હવે આતંકવાદી હુમલાને સ્પોન્સર કરવાનું ચાલુ રાખશે તો તેનું નિશાન ભૂગોળમાંથી મટી જશે અને તે દેશ માત્ર ઇતિહાસ બની જશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code