1. Home
  2. ગુજરાતી
  3. દેશના 8 રાજ્યોમાં NIA અને અન્ય એજન્સીઓના દરોડા,6ની ધરપકડ
દેશના 8 રાજ્યોમાં NIA અને અન્ય એજન્સીઓના દરોડા,6ની ધરપકડ

દેશના 8 રાજ્યોમાં NIA અને અન્ય એજન્સીઓના દરોડા,6ની ધરપકડ

0
Social Share

દિલ્હી:નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત અન્ય એજન્સીઓએ ફરી એકવાર દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે.પ્રાથમિક માહિતી અનુસાર, તેને બીજા રાઉન્ડનો દરોડો કહેવામાં આવી રહ્યો છે.તાજેતરમાં NIAએ PFI સભ્ય શફીક પૈઠની કેરળમાંથી ધરપકડ કરી હતી.જેના કારણે પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે,આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પટના રેલી પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના નિશાના પર હતી.

NIAની પૂછપરછના પ્રથમ રાઉન્ડ બાદ જે લીડ મળી આવી છે. એજન્સીઓ તેના આધારે 8 રાજ્યોની પોલીસ અને અન્ય એજન્સીઓ સાથે મળીને દરોડા પાડી રહી છે. મળતી માહિતી મુજબ, 8 રાજ્યોમાં PFIના સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેમજ પીએફઆઈના ઘણા સભ્યોની અટકાયત કરવામાં આવી છે.

કર્ણાટકમાં પોલીસે આજે સવારે જિલ્લાના PFI પ્રમુખ અને SDPI સચિવની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર, PFI જિલ્લા પ્રમુખ અબ્દુલ કરીમ અને SDPI સચિવ શેખ મસ્કસૂદની ધરપકડ કરવામાં આવી છે.જણાવવામાં આવી રહ્યું છે કે,કોઈ અપ્રિય ઘટનાની સ્થિતિ ન સર્જાય તે માટે સાવચેતી રૂપે ધરપકડ કરવામાં આવી છે.

આથી મેંગ્લોર પોલીસે PFI અને SDPIના સભ્યોની પણ અટકાયત કરી છે. તે જ સમયે, કોલાર જિલ્લામાં, પોલીસે PFIના 6 સભ્યોની ધરપકડ કરી છે.

PFI આ દિવસોમાં તપાસ એજન્સીઓના રડાર પર છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ભૂતકાળમાં PFIના 100 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા.હવે PFI પર પ્રતિબંધની તલવાર લટકી રહી છે.22 સપ્ટેમ્બરે NIA, ED અને રાજ્ય પોલીસે અનેક જગ્યાએ દરોડા પાડીને PFI સાથે જોડાયેલા 106 લોકોની ધરપકડ કરી હતી.આ પહેલા પણ NIAએ PFI સાથે જોડાયેલા લોકો સામે કેસ નોંધ્યા હતા.22 સપ્ટેમ્બરે, દેશભરમાં PFI સામેની કાર્યવાહીમાં, NIAએ UAPA હેઠળ 5 FIR નોંધી છે. NIAની આ કાર્યવાહી બાદ હવે PFI પર પ્રતિબંધનો ખતરો વધી ગયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code