1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ:વિવિધ હોસ્પિટલોમાં આગની મોકડ્રીલનું આયોજન કરાયું 
રાજકોટ:વિવિધ હોસ્પિટલોમાં આગની મોકડ્રીલનું આયોજન કરાયું 

રાજકોટ:વિવિધ હોસ્પિટલોમાં આગની મોકડ્રીલનું આયોજન કરાયું 

0
Social Share
  • આગની મોકડ્રીલનું આયોજન કરાયું
  • વિવિધ હોસ્પિટલોમાં કરાયું આયોજન  
  • સ્ટાફને પણ ફાયર સેફ્ટી ટ્રેનિંગ અપાઈ

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા છેલ્લા બે દિવસમાં મનપાના સ્ટાફને ફાયર સેફ્ટી ટ્રેનિંગ અને વિવિધ હોસ્પિટલો જેવી કે પારીતોષ હોસ્પિટલ, જયંત કે.જી. રોડ, તથા પંડ્યા હોસ્પિટલ, ચૌધરી હાઈસ્કૂલ પાસે, તથા સિનર્જી હોસ્પિટલ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, તથા જી.ટી. શેઠ હોસ્પિટલ, જામ ટાવર પાસે અને પદ્મકુંવરબા હોસ્પિટલ, ગુંદાવાડી ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ હોસ્પિટલોનાં સ્ટાફને પણ ફાયર સેફ્ટી ટ્રેનિંગ આપવામાં આવી હતી.

તાજેતરના ભૂતકાળમાં જોવા મળેલા અનુભવ મુજબ પાવર કન્ઝમ્પશન વધુ થવાને કારણે શોર્ટ સર્કિટ થતા આગના બનાવો બન્યા હતાં. ઇલેક્ટ્રિક પ્લગમાં થ્રી પિન લગાવી વધુ વિજળીનો ઉપયોગ કરવાથી પ્લગની ક્ષમતા કરતા વધુ પાવર ખેંચાવાથી પણ શોર્ટ સર્કિટ થવાની શક્યતા રહેતી હોઈ આવી બાબતો ટાળવા ઉપરાંત નિયમિતરીતે ઇલેક્ટ્રિક વાયરિંગ નેટવર્કનું સમયાંતરે ચેકિંગ કરાવતા રહેવા પણ હોસ્પિટલોને સમજણ આપવામાં આવી હતી.

ઉપરોક્ત મોકડ્રીલ દરમ્યાન ચારેય હોસ્પિટલોમાં કુલ મળીને આશરે ૧૦૦ જેટલા કર્મચારીઓને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસરો અમિત દવે, યોગેશ જાની,  શૈલેશ નડીયાપરા, અશોકસિંહ ઝાલા અને ફાયર મેન સહિતના સ્ટાફ દ્વારા આગ બુઝાવવા માટેનાં બાટલાનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code