1. Home
  2. ગુજરાતી
  3. RBI એ ‘ઓલા’ પર લગાવ્યો 1.5 કરોડ રુપિયાનો દંડ – KYC સંબંધિત નિયમોનું પાલન ન કરવાનો મામલો
RBI એ ‘ઓલા’ પર લગાવ્યો 1.5 કરોડ રુપિયાનો દંડ – KYC સંબંધિત નિયમોનું પાલન ન કરવાનો મામલો

RBI એ ‘ઓલા’ પર લગાવ્યો 1.5 કરોડ રુપિયાનો દંડ – KYC સંબંધિત નિયમોનું પાલન ન કરવાનો મામલો

0
Social Share
  • RBI એ ‘ઓલા’ પર દોઢ કરોડ રુપિયાનો દંડ ફટકાર્યો 
  • KYC સંબંધિત નિયમોનું પાલન ન કરવાનો આરોપ

દિલ્હીઃ- રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં ઓલા પર મોટી કાર્યવાહી કરી છે,પ્રાપ્ત જાણકારી પ્રમાણે આરબીઆઈએ ઓલા ફાઈનાન્સિયલ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ પર 1.67 કરોડ રુપિયાનો મોટો દંડ ફટકાર્યો છે.

આ દંડ વસુલવાના મામલે આરબીઆઈએ જણાવ્યું છે કે  આ દંડ પ્રીપેડ પેમેન્ટ સિસ્ટમ અને નો યોર કસ્ટમર નિયમો સાથે સંબંધિત જોગવાઈઓનું પાલન ન કરવા માટે કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે  કે ઓલા ફાઈનાન્સિયલ સર્વિસ એ ઓલાની પેટાકંપની છે જે એપ આધારિત કેબ સર્વિસ  આપતી કંપની છે. ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો ઉપરાંત, તે વ્યક્તિગત લોન પણ આપે છે. ત્યારે હવે તેણે કરોડોનો દંડ આપવાનો વારો આવ્યો છે.

રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં આ અંગે કહેવામાં આવ્યું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે ઓલા ફાઇનાન્શિયલ સર્વિસીઝ KYC અંગે જારી કરાયેલા નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. સેન્ટ્રલ બેંકના જણાવ્યા પ્રમાણે, આ અંગે અગાઉ કંપનીને નોટિસ પણ મોકલવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે સૂચનાઓનું પાલન ન કરવા બદલ કેમ નહી તેના પક દંડ લગાવવામાં આવે.

ઉલ્લેખની છે કે આરબીઆઈએ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007 હેઠળ દંડ લાદ્યો છે, જે સેન્ટ્રલ બેંકને નિયમોનું પાલન ન કરતી કંપનીઓ પર દંડ લાદવાની સત્તા આપે છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code