Homeગુજરાતીઅજય દેવગનની સુપર હિટ ફિલ્મ દ્રશ્યમ 2 ની રિલીઝ ડેટ જાહેર -જાણો...

અજય દેવગનની સુપર હિટ ફિલ્મ દ્રશ્યમ 2 ની રિલીઝ ડેટ જાહેર -જાણો ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે

  • દ્રશ્યમ 2 ની રિલીઝ ડેટ આવી સામે
  • 18 નવેમ્બરના રોજ સિનેમાઘરો આવશે આ ફિલ્મ

 

મુંબઈઃ- બોલિવૂડ સુપર સ્ટાર અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ દર્શકોને ખૂબ પસંદ આવી હતી તાર બાદ દર્શકો ફિલ્મના પાર્ટ 2 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે આ ફિલ્મનો બીજો ભાગ રિલીઝ થવાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે, હવે 6 વર્ષના લાંબાગાળા બાદ આ ફિલ્મના દર્શકોનો ઈતંઝારનો અંત આવી રહહ્યો છે, જી હા હવે દ્રશ્યમ 2 ફિલ્મની રિલીઝ ટેડ જાહેર કરવામાં આવી છે, આ ફિલ્મ 18 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે,

આજ રોજ મેકર્સ દ્રારા આ જાહેરાક઼ત કરવામાં આવી છે.અભિષેક પાઠક ‘દ્રશ્યમ 2’નું નિર્દેશન કરી રહ્યા છે, જ્યારે પ્રિક્વલ એટલે કે ‘દ્રશ્યમ’નું નિર્દેશન નિશિકાંત કામતે કર્યું હતું. પરંતુ 2020માં લીવરની ગંભીર બિમારીને કારણે તેમનું નિધન થયું હતું. નિશિકાંતની જગ્યાએ હવે ડાયરેક્શન અભિષેક પાઠક સંભાળી રહ્યા છે. દ્રશ્યમ 2 ને લઈને અભિનેતા અજય દેવગને ટ્વિટર પર અપડેટ આપી છે

 

જો ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો ‘દ્રશ્યમ 2’માં અજય દેવગન, તબ્બુ, શ્રેયા સરન અને ઈશિતા દત્તા પણ જોવા મળશે જ જે પહેલી ફિલ્મમાં પણ શાનદાર અભિનયમાં હતા જો કે ફિલ્મમાં વધુ એક નવા એક્ટરની એન્ટ્રી થઈ છે.

જાણકારી પ્રમાણે આ વખતે અભિનેતા અક્ષય ખન્ના પણ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે પોલીસ ઓફિસરની ભૂમિકામાં હશે. અજય દેવગન ‘દ્રશ્યમ’માં વિજય સલગાંવકરની ભૂમિકામાં જોવા મળ્યો હતો અને સિક્વલ વિજય અને તેના પરિવારની આગળની વાર્તા બતાવશે. પહેલા ભાગની જેમ સિક્વલ પણ રોમાંચક અને રહસ્યથી ભરપૂર હશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img