1. Home
  2. revoinews
  3. અન્નામલાઈએ છેવટે ભાજપ સાથે છેડો ફાડ્યો હોવાનો ગણગણાટ
અન્નામલાઈએ છેવટે ભાજપ સાથે છેડો ફાડ્યો હોવાનો ગણગણાટ

અન્નામલાઈએ છેવટે ભાજપ સાથે છેડો ફાડ્યો હોવાનો ગણગણાટ

0
Social Share

નવી દિલ્હી, 2 જૂન 2026: અન્નામલાઈએ છેવટે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે. તેમણે પક્ષ પ્રમુખ નીતિન નવીનને ના-રાજીનામું સોંપી દીધું છે. છેલ્લા અહેવાલ અનુસાર પક્ષમાંથી રાજીનામું આપ્યા પછી અન્નામલાઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને મળ્યા હતા. જોકે, સાંજે છ વાગ્યા સુધી આ વાતોને કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. રાજીનામા વિશે સત્તાવાર સમર્થનની રાહ જોવાઈ રહી છે.

તામિલનાડુ ભાજપના પૂર્વ પ્રમુખ કે. અન્નામલાઈએ ભારતીય જનતા પાર્ટી (BJP)નો સાથ છોડી દીધો છે. અન્નામલાઈએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનને પોતાનું રાજીનામું સોંપી દીધું છે, જેના કારણે દક્ષિણ ભારતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

મીડિયા અહેવાલો અનુસાર, તામિલનાડુ ભાજપના પૂર્વ અધ્યક્ષ કે. અન્નામલાઈએ આજે મંગળવારે નવી દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બી.એલ. સંતોષ સાથે મુલાકાત કરી હતી અને તેમને પોતાનું 5 પાનાનું રાજીનામું સુપરત કર્યું હતું.

નવી રાજકીય પાર્ટી બનાવશે અન્નામલાઈ

અહેવાલો અનુસાર, પૂર્વ આઈપીએસ (IPS) અધિકારી અન્નામલાઈ હવે પોતાની નવી પ્રાદેશિક રાજકીય પાર્ટી શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમના સાથીદારો આ પ્રસ્તાવિત પક્ષને ‘બિનસાંપ્રદાયિક’ અને ‘તમિલ-પ્રથમ’ (તમિલ ગૌરવને પ્રાધાન્ય આપતી) વિચારધારાવાળી પાર્ટી ગણાવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રસ્તાવિત સંગઠનને આગામી 6 થી 8 મહિનાની અંદર લોન્ચ કરવામાં આવી શકે છે. આ નવી પાર્ટી તામિલનાડુમાં ભાજપ અને દ્રવિડિયન પક્ષો (ડીએમકે અને એઆઈએડીએમકે) બંનેના વિકલ્પ તરીકે પોતાની જાતને સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે. અન્નામલાઈના નજીકના સૂત્રોએ જણાવ્યું કે, તેઓ એક એવો રાજકીય મંચ બનાવવા માંગે છે જે તમિલ ઓળખને રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડે અને વિરોધી પક્ષોનો વિરોધ કરતી વખતે માત્ર મુદ્દા આધારિત રાજનીતિ કરે.

અન્નામલાઈ અને ભાજપ વચ્ચેના મતભેદો આવ્યા સપાટી પર

તામિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી અને કે. અન્નામલાઈ વચ્ચે રાજકીય વ્યૂહરચના અંગે છેલ્લા કેટલાક મહિનાઓથી ગંભીર મતભેદો ચાલી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, અન્નામલાઈ AIADMK સાથે ફરીથી ગઠબંધન કરવાના ભાજપના કેન્દ્રીય નેતૃત્વના નિર્ણયથી અને તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી પહેલા ઉમેદવારોની પસંદગીની કેટલીક બાબતોથી ભારે નારાજ હતા. આ જ કારણસર ચૂંટણી પૂર્ણ થયા બાદ અન્નામલાઈએ આખરે ભાજપને અલવિદા કહી દીધું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code