અમદાવાદ, 2 જુન 2026 : 120 kg silver and 700 grams gold seized શહેરમાં બિલ વગરના સોના-ચાંદીના જથ્થાની હેરાફેરી થતી હોવાની બાતમીને આધારે સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓએ અમદાવાદ શહેરના નારોલ પાસે અન્ય રાજયમાંથી આવેલી બસોનું ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન રાજસ્થાનથી આવેલી એક ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસની ડેકીમાંથી આશરે 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું તેમજ 3 કિલો જેટલા કિંમતી પથ્થરોનો જથ્થો મળી આવતા કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સ્ટેટ GSTની મોબાઇલ સ્કવોડ ટીમે યોગ્ય દસ્તાવેજો વિના હેરાફેરી કરાતો સોના-ચાંદીનો કરોડો રૂપિયાનો કિંમતી માલસામાનને ઝડપી પાડ્યો છે. સ્ટેટ જીએસટીના મોબાઈલ સ્ક્વોર્ડના અધિકારીઓએ બાતમીના આધારે શહેરના નારોલ પાસેથી ખાનગી લકઝરી બસોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન રાજસ્થાનથી આવેલી એક ખાનગી ટ્રાવેલ્સની ડેકીમાંથી આશરે 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું તેમજ 3 કિલો જેટલા કિંમતી પથ્થરોનો જથ્થો મળી આવતા તેને જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.. પ્રાથમિક તપાસમાં માલસામાનના પરિવહન માટે જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે. આ તમામ માલસામાનની કુલ અંદાજિત કિંમત રૂ. 4.25 કરોડ જેટલી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સ્ટેટ જીએસટી તરફથી ગીતા મંદિર વિસ્તારમાંથી બસમાં લઇ જવામાં આવનાર 100 કિલો ચાંદીનો જથ્થો પકડી પાડયો હતો. ત્યાંરે આજે નારોલ વિસ્તારમાંથી 120 કિલો ચાંદીનો જથ્થો તેમ જ 700 ગ્રામ સોનું અને 3 કિલો જેટલાં કિંમતી પથ્થરો ઝડપી પાડયાં છે. પ્લાસ્ટીકના થેલામાં રાખવામાં આવેલાં આ જથ્થાં અંગેના કોઇ જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાથી હાલ આ જથ્થો સ્ટેટ જીએસટીના અધિકારીઓએ કબ્જે લઇને માલ ક્યાં જવાનો હતો તથા સંભવિત કરચોરીના એંગલથી પણ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.


