1. Home
  2. ગુજરાતી
  3. 33 વર્ષ પહેલા આવેલી સલમાન ખાનની સુપર હીટ ફિલ્મ ‘મેંને પ્યાર કીયા ‘ની બનશે રિમેક
33 વર્ષ પહેલા આવેલી સલમાન ખાનની સુપર હીટ ફિલ્મ ‘મેંને પ્યાર કીયા ‘ની બનશે રિમેક

33 વર્ષ પહેલા આવેલી સલમાન ખાનની સુપર હીટ ફિલ્મ ‘મેંને પ્યાર કીયા ‘ની બનશે રિમેક

0
Social Share
  • સલમાન ખાનની ફિલ્મ મેને પ્યાર કીયાની બનશે રિમેક
  • આ ફિલ્મમાં પણ સલમાન ખાન જોવા મળી શકે છે

યે પગલા હે સમજાને સે સમજે ના………આ સોંગ સાંભળતા જ આપણાને અભિનેતા સલમાન ખાન અને ભાગ્યશ્રીની યાદ આવી જાય, વર્ષ 1989માં મેને પ્યાર કીયા ફિલ્મમાં આ બન્ને કલાકારોને હંગામો મચાવ્યો હતો ફિલ્મ સપુર હીટ રહી હતી,આજે પણ આ ફિલ્મના સોંગ લોકોની ઘડકનનો અવાજ છે ત્યારે હવે ફિલ્મને પસંદ કરનારાઓ માટે એક સારા ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે,જી હા 33 વર્ષ બાદ હવે આ ફિલ્મની રિમેક બનાવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.

જાણકારી પ્રમાણે દિગ્દર્શક સૂરજ બડજાત્યાની આ ફિલ્મ રિમેક બનવા જઈ રહી છે અને અહેવાલ છે કે મેકર્સે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે સલમાન નો સંપર્ક કર્યો છે. આ ફિલ્મમાં સલમાન સિવાય બે અન્ય હીરો પણ મુખ્ય ભૂમિકામાં હશે પરંતુ તેમના નામનો હજુ સુધી ખુલાસો કરવામાં આવ્યો નથી. 

ડિરેક્ટર ફિલ્મની સ્ટારકાસ્ટ પર કામ કરી રહ્યા છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, મેકર્સ હજી પણ ચર્ચા કરી રહ્યા છે કે આ ફિલ્મનું નામ શું હશે, જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે બડજાત્યા જ આ ફિલ્મનું નિર્દેશન કરશે. 

સલમાન તેની ફિલ્મ કભી ઈદ કભી દિવાળીના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે. જોરદાર સ્ટારકાસ્ટ ધરાવતી આ ફિલ્મમાં પૂજા હેગડે સલમાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ ખુદ સલમાન કરી રહ્યો છે. આ સિવાય તે યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ ટાઈગર 3માં પણ જોવા મળશે. ફિલ્મના ઘણા ભાગોનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે, માત્ર ક્લાઈમેક્સ શૂટ કરવાનું બાકી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code