1. Home
  2. ગુજરાતી
  3. સીરમ સંસ્થાની બાળકો માટેની ‘કોવોવેક્સ વેક્સિન’ના બીજા-ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી – 7 થી 11 વર્ષના બાળકો પર થશે પરિક્ષણ
સીરમ સંસ્થાની બાળકો માટેની ‘કોવોવેક્સ વેક્સિન’ના બીજા-ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી  – 7 થી 11 વર્ષના બાળકો પર થશે પરિક્ષણ

સીરમ સંસ્થાની બાળકો માટેની ‘કોવોવેક્સ વેક્સિન’ના બીજા-ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી – 7 થી 11 વર્ષના બાળકો પર થશે પરિક્ષણ

0
Social Share
  • સીરમ સંસ્થાને વેક્સિનના પરિક્ષણ માટે મંજૂરી મળી
  • 7 થી 11 વર્ષના બાળકો પર ટ્રાય હાથ ધરાશે
  • ભારતમાં બાળકો માટેની આ ત્રીજી વેક્સિન હશે

 

દિલ્હીઃ દેશભરમાં ચાલી રહેલી કોરોના મહામારીની બીજી લહેર બાદ ત્ર્જી લહેરની શંકાઓમાં બાળક પરની અસરકારકતાને લઈને અનેક બાબતો નિષ્ણાંતો દ્વારા કેહાવામાં આવી હતી જેને લઈને બાળકો માટેની વેક્સિનની પ્રક્રિયા પણ તેજ બનાવવામાં આવી અને હવે એ વેક્સિન પરિક્ષણ માટે પણ તૈયાર થી ચૂકી છે, ત્યારે હવે ભારતના મહાનિર્દેશકે સીરમ સંસ્થાને 7 થી 11 વર્ષનાં બાળકો માટે રસી ટ્રાયલ કરવાની મંજૂરી આપી છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને મંગળવારે અમેરિકી બાયોટેકનોલોજી ફર્મ નોવાવેક્સના ભારતીય સંસ્કરણ ‘કોવોવેક્સ’ના બીજા અને ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ્સ માટે મંજૂરી મળી ચૂકી છે. ભારત બાયોટેકની કોવાક્સિન અને ઝાયડસ કેડિલાની ઝાયકોવી-ડી બાદ ભારતમાં બાળકો માટેની આ ત્રીજી વેક્સિનનું  પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

ભારતની સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની વિષય નિષ્ણાત સમિતિએ ભલામણ કરી હતી કે કંપનીને સાતથી 11 વર્ષની વયના બાળકોમાં રસીનું પરીક્ષણ કરવાની મંજૂરી આપવામાં આવે.

વેક્સિનની આ  બાબતથી પરિચિત વ્યક્તિએ નામ ન આપવાની શરતે વાત કરી પરંતુ કહ્યું, “કોવોવેક્સ મંજૂર કરવામાં આવી છે. હવે પરિક્ષણના કાર્ય માટે કંપની આગળ વધી શકે છે અને નિર્ધારિત પ્રોટોકોલ મુજબ સ્વયંસેવકોની ભરતી કરી શકે છે. ”

ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારતભરમાં શાળાઓ ખોલવામાં આવે  છે, તો બાળકો રસી ઉપલબ્ધ હોય તે ખૂબ જ જરુરી છે. હાલમાં, ભારતમાં માત્ર 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને જ રસી લેવાની મંજૂરી છે.ત્યારે ત્રણેય વેક્સિન પાઈપલાઈન હેઠળ પોતાના પરિક્ષણો પૂર્ણ કરે છે તો બાળકોને પણ વેક્સિન આપવાની કાનમગીરી જલ્દીથી હાથ ધરવામાં આવી શકે છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code