1. Home
  2. ગુજરાતી
  3. શિલ્પા શેટ્ટી અને પરેશ રાવલ “HUNGAMA-2”માં જોવા મળશે એકસાથે, OTT પર રિલીઝ થશે ફિલ્મ
શિલ્પા શેટ્ટી અને પરેશ રાવલ “HUNGAMA-2”માં જોવા મળશે એકસાથે, OTT પર રિલીઝ થશે ફિલ્મ

શિલ્પા શેટ્ટી અને પરેશ રાવલ “HUNGAMA-2”માં જોવા મળશે એકસાથે, OTT પર રિલીઝ થશે ફિલ્મ

0
Social Share
  • પરેશ રાવલ અને શિલ્પા શેટ્ટીની હંગામા-2 ફિલ્મ થશે રિલીઝ
  • ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ થશે રિલીઝ
  • ફિલ્મનું શૂટિંગ થયું પૂર્ણ

મુંબઈ: જ્યારથી પરેશ રાવલ અને શિલ્પા શેટ્ટીની ફિલ્મ હંગામા-2ની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે ત્યારે આવામાં હવે ફિલ્મનું રિલીઝ થવાનું જ બાકી છે. હંગામા-2 ફિલ્મ આ વર્ષે થિયેટરમાં રિલીઝ થવાની હતી. પરંતુ કોરોનાની બીજી લહેરના કારણે હવે આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.

કોરોનાના કારણે હાલ થિયેટરો બંધ છે અને ફિલ્મને થિયેટરમાં રિલીઝ ન કરી શકવાના કારણે હવે ફેન્સ આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર નીહાળી શકશે.

મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મના નિર્માતાએ આ વાત પર જાણકારી આપી કે, હંગામા-2 ફિલ્મને હવે ઓટીટી પ્લેટફોર્મ પર જ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને પરિવારની સાથે પણ જોઈ શકાય તે રીતે બનાવવામાં આવી છે.

ફિલ્મમાં આશુતોષ રાણા, મનોજ જોશી, રાજપાલ યાદવ, જોની લીવર, ટીંકુ તલસાનિયા જેવા કલાકારોએ આ ફિલ્મમાં કામ કર્યું છે. ફિલ્મના શૂટિંગ પહેલા આ ફિલ્મના કલાકાર કપિલ શર્માના શોમાં પહોંચ્યા હતા અને આ સમય દરમિયાન પરેશ રાવલ અને શિલ્પા શેટ્ટીએ કેટલાક ખુલાસા કર્યા હતા. શિલ્પા શેટ્ટી લાંબા સમય પછી ફિલ્મમાં કમબેક કરશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code