વિશ્વના કેટલાક એવા સ્થળો કે જે તમામ લોકોને કરે છે આશ્ચર્યચકિત
- આ છે વિશ્વની સૌથી જૂની ગુફાઓ
- એક નવી દુનિયા જેવો છે નજારો
- હજારો વર્ષ જૂની છે આ જગ્યાઓ
આ વિશ્વમાં કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં લોકોને ગયા પછી લાગે છે તે લોકો કોઈ નવી દુનિયામાં આવી ગયા છે. આ જગ્યાઓ એવી મોટી છે કે જ્યા આખું નવું શહેર વસાવી શકાય. પણ આ જગ્યાઓ ક્યાં છે તેના વિશે આ રહી જાણકારી..
સૌથી પહેલા નંબર પર આવે છે સોન ડુંગ ગુફા જે દુનિયાની સૌથી મોટી ગુફા છે. આ ગુફા અંદરથી ખૂબ જ ડરામણી લાગે છે પણ આ ગુફા એટલી મોટી છે કે કેટલાય વિમાનો એમા એક સાથે પ્રવેશી શકે છે. તેની અંદર એકસાથે આવી શકે છે. એવું માનવામાં આવે છે કે આ ગુફા 20-50 લાખ વર્ષ જૂની છે.
બીજા નંબર પર છે રીડ ફ્લુટ ગુફા, ચીનમાં હાજર આ ગુફાને ‘પેલેસ ઓફ નેચરલ આર્ટસ’ પણ કહેવામાં આવે છે. આ સ્થળ જોવા મા કોઈ જાદુઈ સ્થળથી ઓછું નથી લાગતું. આ ગુફાની અંદર શાહીથી લખેલા 70 થી વધુ શિલાલેખો છે, જે લગભગ 792 ઈ.સ.ના હોવાનું કહેવાય છે
તેના પછી આવે છે બ્લુ કેવ. જે ક્રોએશિયામાં હાજર આ હજારો વર્ષ જૂની ગુફા પણ કોઈ અજાયબીથી ઓછી નથી. એવું કહેવાય છે કે ગુફાની અંદર વહેતા પાણી પર જ્યારે દરિયાના કિરણો પડે છે, ત્યારે નજારો એવો દેખાય છે કે જાણે સ્વર્ગ હોય.