- ગુજ્જુ ગર્લે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ઇતિહાસ રચ્યો
- ભાવિના પટેલે ટેબલ ટેનિસની સેમિફાઇનલમાં ચીનની મિયાઇ ઝાંગને મ્હાત આપી
- હવે ફાઇનલમાં કર્યો પ્રવેશ
નવી દિલ્હી: જાપાનની રાજધાની ટોક્યોમાં હાલમાં ટોક્યો પેરાલિમ્પિક્સ ચાલી રહ્યું છે ત્યારે ભારતની ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે. તેણીએ સેમિફાઇનલમાં ચીનના મિયાઇ ઝાંગને 3-2થી મ્હાત આપી છે.
આ જીત સાથે હવે ભાવિના પટેલે ટેબલ ટેનિસ વિમેન્સ સિંગલ્સ ક્લાસની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ભારતનો સિલ્વર મેડલ કન્ફર્મ થયો છે. હવે ભાવિના ભારતીય સમય અનુસાર રવિવારે સવારે 7.30 કલાકે ગોલ્ડ મેડલની આશા સાથે ચીનની ઝોઉ યિંગ સાથે મેદાનમાં ઉતરશે.
https://twitter.com/ParalympicIndia/status/1431505190788554752?s=20
આપને જણાવી દઇએ કે અગાઉ, ભાવિના પટેલે (Bhavina Patel) રિયો પેરાલિમ્પિક્સ 2016 (Rio Paralympics 2016) ની ગોલ્ડ મેડલ વિજેતા સર્બિયાના (Serbia) બોરીસ્લાવા પેરીક રેન્કોવિચને (Borislava Peric Rankovic) સીધી ગેમમાં 3-0 થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભાવિનાએ 19 મિનિટ સુધી ચાલેલી મેચમાં રાન્કોવિચને 11-5, 11-6, 11-7 થી હરાવી હતી.


