Homeગુજરાતીદિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,લોકો ઘરની બહાર દોડી ગયા

દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,લોકો ઘરની બહાર દોડી ગયા

દિલ્હી:રાજધાની દિલ્હી-NCRમાં રવિવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રવિવારે દિલ્હીની સાથે નોઈડા અને ગાઝિયાબાદમાં પણ ધરતી ધ્રૂજી ગઈ હતી. બીજી તરફ હરિયાણાના ઘણા વિસ્તારોમાં ભૂકંપ આવ્યો છે. આ પહેલા 3 ઓક્ટોબરે રાજધાની દિલ્હી અને NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે લોકો ઘરની બહાર નીકળીને રસ્તાઓ પર આવી ગયા હતા. જો કે ભૂકંપમાં કોઈ નુકસાનના સમાચાર નથી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, દિલ્હી-એનસીઆરમાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.1 હતી. ભૂકંપના આંચકા સાંજે 4.08 કલાકે અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ફરીદાબાદ હોવાનું કહેવાય છે. રવિવારની રજા હોવાથી લોકો ઘરોમાં હતા પરંતુ ધરતી ધ્રૂજતાની સાથે જ લોકો બહાર દોડી આવ્યા હતા.

આ પહેલા રવિવારે એટલે કે આજે પશ્ચિમ અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાના ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આના લગભગ એક અઠવાડિયા પહેલા અફઘાનિસ્તાનના આ જ ક્ષેત્રમાં એક શક્તિશાળી ભૂકંપ અને આફ્ટરશોક્સને કારણે હજારો લોકોના મોત થયા હતા અને આખા ગામો નાશ પામ્યા હતા. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું હતું કે રવિવારના ભૂકંપનું કેન્દ્ર પ્રાંતીય રાજધાની હેરાતથી લગભગ 34 કિલોમીટર દૂર હતું અને સપાટીથી આઠ કિલોમીટર (પાંચ માઇલ) ની ઊંડાઈએ હતું.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.

સંબંધિત લેખો

Most Popular