Homeગુજરાતીદેશ-વિદેશઝારખંડમાં વિદ્યાર્થીઓએ આંદોલન સમેટ્યું, સરકારને આપ્યો 2 મહિનાનો સમય

ઝારખંડમાં વિદ્યાર્થીઓએ આંદોલન સમેટ્યું, સરકારને આપ્યો 2 મહિનાનો સમય

રાંચી, 19 ઓગસ્ટ 2026: ઝારખંડમાં જે.પી.એસ.સી. અને જે.એસ.એસ.સી.ની ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓ સામે ચાલી રહેલું વિદ્યાર્થીઓનું આંદોલન આખરે પૂરું થઈ ગયું છે. ‘JPSC-JSSC રિફોર્મ મંચ’ દ્વારા મંગળવારે આંદોલન સમેટવાની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે અગાઉ સોમવારે દેવેન્દ્રનાથ જૂથે પણ આંદોલન સમાપ્ત કર્યું હતું. દરમિયાન મંચની કોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, રાજ્ય સરકારે વિદ્યાર્થીઓની કેટલીક માંગણીઓ પર સકારાત્મક પગલાં લીધા છે અને આંદોલનના દબાણને કારણે 22 ભરતી પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓએ સરકારને મામલાની નિષ્પક્ષ ઉચ્ચસ્તરીય તપાસ પૂર્ણ કરવા માટે બે મહિનાનો સમય આપ્યો છે. વિદ્યાર્થીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો નક્કી કરેલા સમયગાળામાં યોગ્ય તપાસ પૂર્ણ નહીં થાય, તો તેઓ ફરીથી રાંચીમાં એકઠા થઈને ઉગ્ર આંદોલન કરશે અને તે સમયે CBI તપાસ મુખ્ય માંગ રહેશે.

આંદોલન સમેટવાના એલાન બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વિદ્યાર્થીઓને પોતાના વતન પરત ફરવા અપીલ કરવામાં આવી હતી. હાલ રાંચી ખાતેનું ધરણા સ્થળ ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગામી બે મહિનામાં સરકારની તપાસ અને તેના પરિણામો પર જ આધાર રહેશે કે આ વિવાદ કાયમી ઉકેલાય છે કે ફરીથી રસ્તા પર વિરોધ પ્રદર્શન શરૂ થાય છે. કોર કમિટીના વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે, તેમના આંદોલનની અસર થઈ છે અને રાજ્ય સરકારે વિદ્યાર્થીઓની માંગણીઓને ગંભીરતાથી લીધી છે. તેમજ સરકાર દ્વારા પરીક્ષામાં કૌભાંડને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જો કે, વિદ્યાર્થીઓને આંદોલનને સંપૂર્ણ પણે ખતમ કરવાનો ઈન્કાર કર્યો છે. વિદ્યાર્થી આંદોલન હાલ સ્થગીત કરવામાં આવ્યું હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને પરત પોતાના ઘરે જવા અપીલ કરવામાં આવી હતી. જેથી હાલ આંદોલનમાં જોડાયેલા વિદ્યાર્થીઓ પરત ઘરે ફરી રહ્યાં છે જો કે, આ આંદોલન હજુ કેટલુ ઉગ્રબને છે તે તો આવનારો સમય જ કહશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular