Site icon Revoi.in

NIMCJ ના વિદ્યાર્થીઓને ભારતના અતુલ્ય વારસાથી વાકેફ થયા

Social Share

અમદાવાદઃ વર્ષ ૨૦૦૮માં ભારતીય સંસ્કૃતિ અને વિરાસત વિશેના સંશોધન માટે ‘ અતુલ્ય વારસો‘ સંસ્થાની સ્થાપના થઇ હતી. આ સંસ્થાના સભ્યો કપિલભાઈ ઠાકર, રોનકભાઈ અને સૃષ્ટિબેન પંડયાએ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) ની મુલાકાત લીધી હતી તથા તેમણે વિદ્યાર્થીઓને ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી ભારતના વિવિધ તહેવારો, ઐતિહાસિક સ્થળો તથા કલાઓ વિશે માહિતી પ્રદાન કરી હતી.

આ સત્ર દરમિયાન તેઓએ આપણી વિરાસતને જાળવી રાખવાથી થતાં મુખ્ય ત્રણ ફાયદાઓ જણાવ્યા હતા- શૈક્ષણિક મૂલ્યો, સાંસ્કૃતિક ઓળખ તથા સાતત્ય અને ત્રીજું આર્થિક લાભ. આ માહિતીપ્રદ સત્રમાં વિદ્યાર્થીઓએ પણ પોતાના શહેર કે ગામના ઐતિહાસિક સ્થળો વિશે ચર્ચાઓ કરી હતી. ‘અતુલ્ય વારસો‘ સંસ્થાએ કોલેજને તેમના સામયિકના વિશેષ અંકો ભેટ આપ્યાં હતાં ઉપરાંત સંસ્થા દ્વારા અલગ- અલગ સ્થળો પર થતી હેરિટેજ વોકમાં જોડાવા વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું હતું. કૉલેજમાં યોજાયેલ આ સત્રમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્સ્ટિટયૂટના નિયામક ડો. શિરીષ કાશીકર, નાયબ નિયામક ઇલાબેન ગોહિલ, પ્રાધ્યાપકો કૌશલ ઉપાધ્યાય, નિલેશ શર્મા, ગરિમા ગુણાવત,વિદ્યાર્થીઓ અને સ્ટાફગણે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Exit mobile version