1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિદ્યાર્થીઓએ સપના જોવાની સાથે તેને પરિપૂર્ણ કરવા અથાક પ્રયત્નો કરતા રહેવું જોઈએ: હર્ષ સંઘવી
વિદ્યાર્થીઓએ સપના જોવાની સાથે તેને પરિપૂર્ણ કરવા અથાક પ્રયત્નો કરતા રહેવું જોઈએ: હર્ષ સંઘવી

વિદ્યાર્થીઓએ સપના જોવાની સાથે તેને પરિપૂર્ણ કરવા અથાક પ્રયત્નો કરતા રહેવું જોઈએ: હર્ષ સંઘવી

0
Social Share

અમદાવાદઃ શહેરમાં નિરમા યુનિવર્સિટી ખાતે અશ્વમેધ – ધ નેશનલ ફેસ્ટિવલમાં ગુજરાતના સાંસ્કૃતિક યુવા અને રમત -ગમત મંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અશ્વમેધ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓએ પોતાની રુચિ હોય તેમાં ભાગ લઈ પોતાની ઓળખ ઊભી કરવી જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓએ સપના જોવા જોઈએ અને તે સપનાંઓને પરિપૂર્ણ કરવા અથાક પ્રયત્નો કરતા રહેવું જોઈએ.

મંત્રીએ ગુજરાત રાજ્ય સરકારની સ્ટાર્ટ અપ પોલીસીની વાત કરતા જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ પોલીસી ક્ષેત્રે ગુજરાત અદભુત કામગીરી કરી રહ્યું છે, અને દેશમાં મોડેલ સ્વરૂપ બની રહ્યું છે. આપ સૌ પણ આ યોજનાનો લાભ લઈ આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર ભારતના સૂત્રને સાકાર કરવામાં ભાગીદાર બનો અને દેશમાં વિવિધ ક્ષેત્રે પોતાની ઓળખ ઊભી કરો, એવો આશાવાદ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.

તેમણે સુશાસનની બાબતમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ સરકારની સુશાસનની કામગીરીમાં ભાગ લેવો જોઈએ અને વિવિધ ક્ષેત્રે બનતી યોજનાઓમાં પોતાનો મત આપવો જોઈએ. જેથી સરકાર પોતે તેમના નિર્ણયોને ધ્યાનમાં રાખી યોજનાઓનો અમલ કરે, તેમ તેમણે ઉમેર્યું હતું. અંતે તેઓએ અશ્વમેધ ફેસ્ટિવલની વાત કરતા કહ્યું હતું કે, અશ્વમેધ ફેસ્ટિવલમાં આપ સૌ ભાગ લઈ પોતાનો અને અન્યનો વિકાસ કરશો સાથે જ આ કાર્યક્રમ થકી એકતા પ્રસ્થાપિત કરશો તેઓ અમને વિશ્વાસ છે. આ કાર્યક્રમમાં નિરમા યુનિવર્સિટીના મેનેજિંગ ડાયરેકટર હિરેનભાઈ કે. પટેલ, ડાયરેક્ટર જનરલ અનુપ કે. સિંઘ, ડૉ. માધુરી પરીખ, યુનિવર્સિટીના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code