Homeગુજરાતીખોરાકઊર્જાનો ખજાનો છે સૂર્યમુખીના બીજ: માંસાહારી ખોરાક કરતાં પણ પાંચ ગણી વધુ...

ઊર્જાનો ખજાનો છે સૂર્યમુખીના બીજ: માંસાહારી ખોરાક કરતાં પણ પાંચ ગણી વધુ તાકાત આપે છે આ બીજ!

આપણા શરીરમાં પોષક તત્વોની ઉણપ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓને નોતરે છે. હેલ્ધી રહેવા માટે આહારમાં પૌષ્ટિક ચીજવસ્તુઓનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. શરીરને ભરપૂર ઉર્જા અને પોષણ પૂરું પાડવામાં સૂર્યમુખીના બીજ અત્યંત ગુણકારી સાબિત થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, આ નાના બીજ ચિકન અને મટન કરતાં પણ પાંચ ગણી વધુ તાકાત આપી શકે છે. આવો જાણીએ સૂર્યમુખીના બીજના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો અને તેને ખાવાની સાચી રીત વિશે.
  • વિટામિન B6 અને પાચનક્રિયા માટે ફાયદાકારક
સૂર્યમુખીના બીજમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન B6 મળી આવે છે. આ તત્વ મજ્જાતંતુઓની ક્રિયાશીલતાને સુધારે છે અને પાચન સંબંધી સમસ્યાઓથી રક્ષણ આપે છે. તે એન્ઝાઇમ્સ અને હોર્મોન્સના ઉત્પાદનમાં પણ મદદરૂપ છે.
સામાન્ય રીતે ચોખા અને બાજરી જેવા અનાજમાં પણ B6 હોય છે, પરંતુ રાંધવા કે પકાવવા દરમિયાન તેનો અમુક હિસ્સો નષ્ટ થઈ જાય છે. જ્યારે સૂર્યમુખીના બીજને પલાળીને ખાવાથી શરીરને વિટામિન B6 ની પૂરતી માત્રા પ્રાપ્ત થાય છે.
  • ત્વચાને જવાન રાખવા અને કરચલીઓ રોકવામાં મદદરૂપ
લાંબા સમય સુધી યુવાન દેખાવા, ત્વચા પર કરચલીઓ અને સ્ટ્રેચ માર્ક્સ પડતા અટકાવવા માટે વિટામિન ‘E’ અત્યંત આવશ્યક છે. તે શરીરને રોગો સામે લડવાની શક્તિ પણ આપે છે. શરીર માટે દૈનિક વિટામિન E ની જરૂરિયાત ૧૫ મિલિગ્રામ જેટલી હોય છે.
બદામમાં ૨૮ મિલિગ્રામ વિટામિન E હોય છે, જ્યારે સૂર્યમુખીના બીજમાં તે ૩૫ મિલિગ્રામ જેટલું પ્રચૂર માત્રામાં મળી આવે છે. તેથી, ત્વચા અને સ્વાસ્થ્યની સુખાકારી માટે તમે આ બીજને દૈનિક આહારમાં સામેલ કરી શકો છો.
  • મેગ્નેશિયમની પૂર્તિ માટે શ્રેષ્ઠ સ્ત્રોત
શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે મેગ્નેશિયમ એક અનિવાર્ય ખનીજ છે. આજકાલ ઘણા લોકોમાં મેગ્નેશિયમની ઉણપ જોવા મળે છે. સૂર્યમુખીના બીજ શરીરમાં મેગ્નેશિયમની કમીને દૂર કરે છે અને આ ખનીજનો ઉત્તમ અને ભરપૂર સ્ત્રોત પૂરો પાડે છે.
  • સૂર્યમુખીના બીજ ખાવાની સાચી રીત કઈ?
નિષ્ણાતોના મતે, સૂર્યમુખીના બીજ ખાવાની શ્રેષ્ઠ રીત તેને પલાળીને ખાવાની છે.
  • તમે તેને રાભરે પલાળીને સવારે નાસ્તામાં અંકુરિત ખોરાક સાથે ખાઈ શકો છો. અથવા સાંજના સમયે ફળો સાથે પણ તેનું સેવન કરી શકાય છે. બીજને પલાળવાથી પાચનક્રિયા સરળ બને છે અને પોષક તત્વો શરીરમાં સંપૂર્ણપણે શોષાઈ જાય છે.
  • જો તમે મુસાફરી કરી રહ્યા હોવ અને પલાળવું શક્ય ન હોય, તો તમે રોસ્ટેડ બીજ પણ સાથે રાખી શકો છો.
  • જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તેઓ મર્યાદિત માત્રામાં તેનું સેવન કરી શકે છે, જ્યારે વજન વધારવા કે મજબૂત બાંધા માટે રોજ 25 થી 40 ગ્રામ સુધી તેનું સેવન કરી શકાય છે.
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular