1. Home
  2. Tag "Gujarati samachar"

ગાંધીનગરના ઈન્દ્રોડા નેચર પાર્કમાં પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી બચાવવા વ્યવસ્થા

ગાંધીનગર, 7 એપ્રિલ 2026: Arrangements to protect animals and birds from heat in Indroda Nature Park  શહેરમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અને 10મી એપ્રિલથી ઉનાળો વધુ આકરો બનશે. અને તાપમાન 42 ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે. ત્યારે શહેરના ઈન્દ્રોડા નેચર પાર્કના અબોલ વન્યજીવોને ગરમીની લૂ ન લાગે તે માટે ગીર ફાઉન્ડેશન દ્વારા વ્યવસ્થા કરવામાં […]

ગાંધીનગરમાં ખનીજ કમિશનરની કચેરીમાં ખોટા ચલણો રજુ કરી લાખોની છેતરપિંડી

ગાંધીનગર, 7 એપ્રિલ 2026: Fraud of lakhs by submitting false documents પાટનગર  ગાંધીનગરમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનરની કચેરીમાં દંડની પૂરેપૂરી રકમ ભરવાને બદલે ત્રણ ભૂ માફીયાઓએ બેંકના ખોટા ચલણો અને અધિકારીની બનાવટી સહીઓનો ઉપયોગ કરીને સરકારને રૂપિયા 23.49 લાખનો ચૂનો લગાવ્યો હોવાની ફરિયાદ સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ […]

અમદાવાદ-મુંબઈ હાઈવે પર વડોદરા નજીક ત્રિપલ અકસ્માતમાં બેના મોત

વડોદરા, 7 એપ્રિલ 2026: Two killed in triple accident  રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક સર્જાયો હતો. હાઈવે પર છાણીના GSFC બ્રિજ પાસે ઓવર સ્પીડે જતા ટેન્કરે રિક્ષા, આઇસર અને એક્ટિવાને અડફેટે લેતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રિક્ષામાં સવાર […]

વડોદરામાં ગોલ્ડન જંકશન પર ડ્રેનેજ કામગીરીને લીધે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

વડોદરા, 7 એપ્રિલ 2026:  શહેરના ગોલ્ડન ચોકડી જંક્શન પર વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના લીધે આજથી 15થી 20 દિવસ માટે વાહનો માટે રોડ બંધ ખરી દેવામાં આવ્યો છે. ડ્રેનેજની કામગીરી માટે મશીનરીની હેરફેર અને કામદારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 7 એપ્રિલ, 2026થી આગામી 15થી 20 દિવસ […]

સુરતના રાંદેર વિસ્તારમાં નજીવી બાબતે બે જુથ બાખડી પડ્યા, બે આરોપીની ધરપકડ

સુરત, 7 એપ્રિલ 2026: Two groups clashed over a trivial matter શહેરના રાંદેર વિસ્તારમાં નજીવી બાબતે બે જૂથ રોડ પર બાખડી પડ્યા હતા. હથિયારો સાથે મારામારી થતા બંન્ને જૂથે એક મનિટિ સુધી રોડને બાનમાં લઈને ધમાલ મચાવી હતી. એટલું જ નહીં મારામારી સમયે એક યુવક માર ખાતાની સાથે જ રોડ પર જોરદાર પછડાયો હતો. જ્યારે […]

અમદાવાદમાં 133 શાળાઓને પેન્ડિંગ રિકવરીના મુદ્દે DEOએ ફટકારી નોટિસ

અમદાવાદ, 7 એપ્રિલ 2026: DEO issues notice to 133 schools  શહેરની 133 જેટલી ગ્રાન્ટેડ શાળાઓએ સરકારી અનુદાન મેળવ્યા બાદ નિયમ મુજબ પરત કરવાની થતી ગ્રાન્ટની રકમ હજુ સુધી જમા કરાવી નથી. આથી શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા શહેરની 133 ગ્રાન્ટેડ શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. ગ્રાન્ટેડ શાળાઓના ખાતાકીય ઓડિટ દરમિયાન સામે આવેલી ₹2.91 કરોડની પેન્ડિંગ […]

અમદાવાદના એરપોર્ટ પર બેન્કકોકથી આવેલા બે પ્રવાસીઓ પાસેથી 2.25 કિલો ગાંજો પકડાયો

અમદાવાદ, 3 એપ્રિલ 2026: 2.25 kg of marijuana seized  શહેરમાં સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓ દ્વારા સોનાની અને ડ્રગ્સની હેરાફેરી સામે કસ્ટમ વિભાગની બાજ નજર રહેતી હોય છે. ત્યારે બેન્કોકથી આવેલા બે પ્રવાસી પાસેથી 2.25 કિલો ગાંજો પકડાયો છે. તેની આંતરરાષ્ટ્રીય બજારમાં બે કરોડથી વધુ કિંમત થવા જાય છે. અમદાવાદમાં એસપી પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ […]

જામનગરમાં CPWDના આસિસ્ટન્ટ એન્જિનિયર રૂપિયા 4.52 લાખની લાંચ લેતા પકડાયા

જામનગર, 3 એપ્રિલ 2026: Caught taking bribe રાજ્યમાં લાંચ-રૂશ્વતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક બનાવમાં જામનગરમાં સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ (CPWD) ના ક્લાસ-2 અધિકારી રૂપિયા 4.52 લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયા છે. એન્ટી કરપ્શન બ્યુરોએ સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ (CPWD) ના ક્લાસ-2 અધિકારીને લાખોની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી […]

ડાકોરમાં ભાડાના મકાનમાં રહીને ફેરી કરતા શ્રમિકને 19 કરોડનો ટેક્સ ચુકવવા ITની નોટિસ

નડિયાદ, 3 એપ્રિલ 2026: IT notice to ferry worker ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ભાડાના મકાનમાં રહેતા અને પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા એક શ્રમજીવીને ઈન્કમ ટેક્સે રૂપિયા 19 કરોડનો ટેક્સ ચુકવવાની નોટિસ આપતા પરિવાર માટે આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. પેટલાદ ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા મોકલવામાં આવેલી આ નોટિસમાં દર્શાવેલી રકમ જોઈને ભલભલાના […]

ધોળકામાં રોડ પર દબાણો અને આડેધડ પાર્કિંગને લીધે ટ્રાફિક સમસ્યા બની વિકટ

ધોળકા, 3 એપ્રિલ 2026: Traffic problems શહેરમાં મુખ્ય બજાર સહિત અન્ય રોડ પર દબાણો અને આડેધડ વોહનો પાર્ક કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. દુકાનદારો દ્વારા હોર્ડિંગ્સ અને ટેબલો મુકીને રોડ પર દબાણ કરવામાં આવી રહ્યું છે, તેમજ બન્ને સાઈડ દુકાનો બહાર વાહનોને આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે. જેના લીધે રોડ સાંકડો બનતા ટ્રાફિકજામના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code