Homeગુજરાતીગુજરાતપ્રદીપસિંહ વાઘેલાએ લૂણાવાડા દોડી જઈ ભાજપના કાર્યકર્તાના ખબર-અંતર પૂછ્યા

પ્રદીપસિંહ વાઘેલાએ લૂણાવાડા દોડી જઈ ભાજપના કાર્યકર્તાના ખબર-અંતર પૂછ્યા

અમદાવાદ, 29 જુન, 2026 : Pradeepsinh Vaghela inquired about the health of the BJP worker ભારતીય જનતા પાર્ટીમાં તત્કાલિન પ્રદેશ મહામંત્રી અને આજે પ્રદેશનો કોઈ જ પદભાર ન હોવા છતાંયે પ્રદીપસિંહ વાઘેલા સેવાકીય પ્રવૃતિમાં હંમેશા મોખરે રહેતા હોય છે. પક્ષના નાનામાં નાના કાર્યકર્તા સાથે પ્રદીપસિંહનો ઘરોબો રહ્યો છે. એક સમય હતો કે, પ્રદીપસિંહ વાઘેલા ભાજપમાં યુવાન વયે જ ભાજપના પ્રદેશ મહામંત્રી જેવા પદ પર આવી ગયા અને ખૂબ ઝડપથી તેમનો કારકિર્દીનો ગ્રાફ ઊંચે ચડ્યો, પરંતુ કોઇ ભેદી સંજોગોમાં તેમને સક્રીય રાજકારણથી જાણે દૂર કરવાનો નિર્ણય લેવાયો અને તે પછી તેઓ હાલ કોઇપણ હોદ્દા કે પદ વગર છે. પરંતુ વાઘેલા એવા રાજકારણી છે જે આવી કોઈ તમા રાખ્યા વિના જ પક્ષના કોઇપણ સાથીદારની તડકી છાંયડીમાં સાથ નિભાવે છે.

મધ્ય ગુજરાતના લૂણાવાડામાં તાજેતરમાં ભાજપના કાર્યકર્તા અને પ્રોફેસર પર પોલીસના હુમલામાં ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ બાબતની જાણ થતાં જ પ્રદીપસિંહ વાઘેલા લૂણાવાડા દોડી આવ્યા હતા. અને હોસ્પિટલ જઈને ભાજપના યુવા કાર્યકર્તાના ખબર-અંતર પૂછ્યા હતા. આ બાબતે યુવાન કાર્યકરે પણ વાઘેલાની આ બાબતને લઇને પ્રશંસા કરતા કહ્યું કે, તેમના જેવા નેતાઓ જવલ્લે જ મળે છે. એટલું જ નહીં, પક્ષમાં જ પ્રદિપસિંહની સામા પડખે રહીને લડેલા લોકો પણ આ બાબતે તેમના વખાણ કરતા થાકતા નથી.

સંબંધિત લેખો

Most Popular