અમદાવાદ, 28 જુન 2026 : JAL YATRA of Lord Jagannathji will be held tomorrow, શહેરમાં આગામી તા. 16મી જુલાઈને અષાઢી બીજના દિને ભગવાન જગદિશ, બહેન સુભદ્રાજી, અને મોટાભાઈ બલરામજી પરિક્રમાએ નિકળશે. ભગવાનની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કાલે સોમવારે ભગવાનની જળયાત્રા નીકળશે અને ત્યાર પછી ભગવાન જગન્નાથ વાજતે ગાજતે મામાના ઘરે જશે. ભગવાનની પધરામણીના પગલે મોસાળ સરસપુરમાં પણ ખૂબ જ જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, આગામી તા. 16 જુલાઈના દિવસે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નીકળશે. રથયાત્રાને લગતા તમામ પ્રકારના કાર્યો મંદિર, પ્રશાસન, પોલીસ તરફથી કરવામાં આવી રહ્યા છે. રથયાત્રા પૂર્વે આવતી કાલે તા. 29 જૂનના રોજ જળયાત્રા યોજવામાં આવશે. જળયાત્રા વર્ષો જૂની પરંપરા છે, આ દિવસે સાબરમતી નદીમાંથી 108 કળશ જળ લાવવામાં આવે છે અને ભગવાનને જળાઅભિષેક કરવામાં આવે છે, અને ત્યાર બાદ ભગવાન મોસાળ જાય છે.
જળયાત્રાને લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માટે ખુબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જળયાત્રા આવતી કાલે જેઠ સુદ પૂનમને સોમવારે યોજાશે. ગંગા પૂજન માટે 108 પવિત્ર કળશ તૈયાર કરવામાં આવ્યા છે. જળયાત્રાના દિવસે સાબરમતી નદીમાંથી જળ ભરીને ભગવાન જગન્નાથજીને દિવ્ય જળાભિષેક કરવામાં આવશે, ત્યાર પછી ભગવાન જગન્નાથ વાજતે ગાજતે તેમના મોસાળ સરસપુર ખાતે જશે, જ્યાં તેમનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
સરસપુરમાં રણછોડરાય મંદિરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને તે પહેલાં યોજાતી પરંપરાગત જળયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભગવાન જગન્નાથજીના સ્વાગત માટે સરસપુરવાસીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. રણછોડ રાય મંદિરની બહાર વિશાળ મંડપ બનાવવામાં આવ્યા છે. તેની સાથે જ મંદિરનું કલર કામ અને ડેકોરેશન પણ કરવામાં આવી રહ્યું છે. (File photo)

