Homeગુજરાતીગુજરાતરાજકોટમાં પ્રોફેશનલ ટેક્સ વસુલાત માટે RMCની ઝૂંબેશ, 64.000 વ્યાવસાયિકોને નોટિસ

રાજકોટમાં પ્રોફેશનલ ટેક્સ વસુલાત માટે RMCની ઝૂંબેશ, 64.000 વ્યાવસાયિકોને નોટિસ

રાજકોટ, 25 સપ્ટેમ્બર, 2026 : RMC’s campaign for professional tax collection શહેરમાં ઘણા વેપારીઓ, ડોક્ટરો, સીએ સહિત વ્યવસાયકારો પ્રોફેશનલ ટેક્સ ભરતા ન હોવાથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોફેશનલ ટેક્સની વસુલાત માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 64000 જેટલા વ્યવસાયકારોને નોટિસ ફટકારવામાં આવી છે. આરએમસી દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે પ્રોફેશનલ ટેક્સ પેટે રૂ. 40 કરોડ એકઠા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

 શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવક વધારવા અને બાકી નીકળતા વેરાની વસૂલાત માટે ઝંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં આરએમસીના ચોપડે નોંધાયેલા કુલ 1.41 લાખ પ્રોફેશનલ ટેક્સ ધારકોમાંથી માત્ર 55,000  વ્યવસાયકારો  જ નિયમિત વેરો ભરે છે. બાકીના 86,000 માંથી પ્રાથમિક તબક્કે અંદાજે 64,000 જેટલા નાના-મોટા વ્યાવસાયિકો અને તબીબોને વેરો ચૂકવી દેવા નોટિસ પાઠવવામાં આવી છે.

આરએમસીના ટેક્સ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  મ્યુનિ. દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે પ્રોફેશનલ ટેક્સ પેટે રૂ. 40 કરોડ એકઠા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જોકે, વર્ષના છ મહિના વિતવા છતાં તિજોરીમાં માત્ર રૂ. 18 કરોડ જ જમા થયા છે. હજુ પણ રૂ. 22 કરોડનું મોટું ગાબડું હોવાથી દિવાળી પૂર્વે જ આ રકમ વસૂલવા માટે વેરા વિભાગે પોસ્ટ મારફતે ઘરે-ઘરે નોટિસો મોકલવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આગામી 10 દિવસમાં તમામ 64 હજાર આસામીઓને નોટિસ બજાવી દેવામાં આવશે.

ટેક્સ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે. આરએમસીની ખાસ ઝુંબેશ માત્ર નાના દુકાનદારો પૂરતી સીમિત નહીં રહે, પરંતુ શહેરમાં તગડી કમાણી કરતા તબીબો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, બિલ્ડરો, આર્કિટેક્ટ્સ, વકીલો, જિમ સંચાલકો, શો-રૂમ માલિકો, હોલસેલર્સ, રેસ્ટોરન્ટ અને પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓને પણ નોટિસો અપાશે. અલગ-અલગ સરકારી વિભાગો, ગુમાસ્તાધારા અને મિલકતવેરાના ડેટાબેઝનો ઉપયોગ કરીને નોન-રજિસ્ટર્ડ વ્યવસાયીઓની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. અને તે મુજબ અત્યાર સુધી 64000 નોટિસો ઇશ્યુ કરવામાં આવી છે. નોટિસ મળ્યા બાદ કરદાતાઓએ પોતાના વ્યવસાયની શરૂઆતની તારીખ, કર્મચારીઓની સંખ્યા અને અગાઉ ટેક્સ ભર્યો હોય તો તેના પુરાવા રજૂ કરવાના રહેશે. જો કોઈ કરદાતા નોટિસ મળ્યા પછી પણ જવાબ નહીં આપે, તો મ્યુનિની ટીમ સ્થળ પર જઈને દરોડા પાડશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular