Homeગુજરાતીગુજરાતરાજકોટ-મોરબી હાઈવે પર ટ્રકે પાર્ક કરેલી કાર અને રિક્ષાને અડફેટે લેતા બેના...

રાજકોટ-મોરબી હાઈવે પર ટ્રકે પાર્ક કરેલી કાર અને રિક્ષાને અડફેટે લેતા બેના મોત

રાજકોટ, 25 સપ્ટેમ્બર, 2026 : Two killed as truck hits parked car and rickshaw  રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ રાજકોટ-મોરબી હાઈવે પર સર્જાયો હતો. ગત રાત્રે 9.30 વાગ્યાની આસપાસ રાજકોટ મોરબી હાઈવે પર હડાળા ગામ નજીક પૂરપાટ ઝડપે આવેલા ટ્રકે ચાની કીટલી પાસે ઊભેલી એક કાર અને રિક્ષાને અડફેટે લેતા બેના મોત નિપજ્યા હતા. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે,  ગત રાત્રે 9.30 વાગ્યે રાજકોટના મોરબી હાઈવે પર હડાળા ગામ નજીક વિશાલ ચાની હોટલ પાસે પૂરપાટ ઝડપે આવતા ટ્રકે સાઇડમાં પાર્ક કરેલી સ્વિફ્ટ કાર અને રિક્ષાને અડફેટે લેતા બે લોકોના મોત નિપજ્યા હતા.  અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક સાથે નાસી છૂટ્યો હતો અને બાદમાં ટંકારા નજીક ટ્રક મૂકી પોતે ફરાર થઈ ગયો હતો. કુવાડવા પોલીસે ટ્રક કબજે કરી બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 આ અકસ્માતના બનાવમાં રાજકોટ શહેરમાં ભાવનગર રોડ પર રહેતા 45 વર્ષીય અજિઝશાહ જીલુશાહ શાહમદાર અને બેડી ગામે રહેતા 20 વર્ષીય કાનો હુંબલ નામના વ્યક્તિનું મોત નિપજ્યા હતા અજિઝશાહ પોતાના પુત્ર સાથે રિક્ષામાં મોરબી ખાતે ઉર્સમાં જતા હતા. અજિઝશાહના પત્ની બે દિવસ પિયરમાં હોવાથી આખો પરિવાર પરત રાજકોટ ફરવાનો હતો. જોકે, પિતા-પુત્ર મોરબી પહોંચે તે પહેલાં પુત્રની નજર સામે પિતાનું મોત થયું હતું. જ્યારે  કાનો હુંબલ નામનો 20 વર્ષીય યુવાન માધાપર ગામ નજીક રહેતો હતો અને તે સૌરાષ્ટ્રના જાણીતા લોકગાયિકા મીરા આહીર સહિત પાંચ બહેનોનો એકનો એક ભાઈ હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે રાત્રિના તે પોતાના મિત્રો સાથે આંટો મારવા અને ચા પીવા માટે નીકળ્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular