HomerevoinewsGCCI બિઝનેસ વિમેન કમિટી દ્વારા “Nutrition Beyond the Plate” - સાયન્સ- લાઈફ...

GCCI બિઝનેસ વિમેન કમિટી દ્વારા “Nutrition Beyond the Plate” – સાયન્સ- લાઈફ સ્ટાઇલ અને હેલ્થ વિષય પર સત્ર યોજાયું

અમદાવાદ, 29 સપ્ટેમ્બર, 2026 – GCCI બિઝનેસ વિમેન કમિટીએ તારીખ ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ “Nutrition Beyond the Plate” – સાયન્સ- લાઈફ સ્ટાઇલ અને હેલ્થ વિષય પર એક સત્રનું આયોજન કર્યું હતું.

આ પ્રસંગે ડૉ. રુચા મહેતા (MD, ઇન્ટરનલ મેડિસિન અને એન્ડોક્રિનોલોજી), કવિતા કદમ (ક્લિનિકલ અને ફંક્શનલ ન્યુટ્રિશનિસ્ટ) અને પ્રાચી શાહ (ઇન્ટેગ્રેટીવ અને ફંક્શનલ ડાયેટિશિયન તથા ‘ક્રાફ્ટ વેલનેસ’ના સ્થાપક) મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સત્રનું સંચાલન ફંક્શનલ મેડિસિન પ્રેક્ટિશનર અને હેલ્થ કોચ રચના બોન્ટ્રા દ્વારા કરવામાં આવ્યું હતું.

સહભાગીઓ અને મહેમાનોનું સ્વાગત કરતા, BWCના ચેરપર્સન શાલુ લેખડિયાએ ખાસ નોંધ લીધી હતી કે ડૉ. રુચા મહેતા, કવિતા કદમ અને પ્રાચી શાહ જેવા નામાંકિત વક્તાઓની ઉપસ્થિતિમાં યોજાયેલા પ્રસ્તુત સેશનમાં સૌ સહભાગીઓ માટે ચોક્કસ ખુબ રસપ્રદ અને લાભદાયી બની રહેશે. તેઓએ વક્તાઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું તેમજ GCCI BWC તરફથી તેઓનો આભાર માન્યો હતો. તેઓએ આ પ્રસંગે GCCI બિઝનેસ વિમેન કમિટીના એન્યુઅલ સ્પોન્સર્સ ‘શિવાલિક બિલ્ડર્સ’ અને ‘ફ્યુચર સોલ્યુશન્સ’ પરત્વે પણ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Session on “Nutrition Beyond the Plate” – covering science, lifestyle, and health – organized by the GCCI Business Women Committee
Session on “Nutrition Beyond the Plate” – science, lifestyle, and health – organized by the GCCI Business Women Committee

આ પ્રસંગે સંબોધન કરતા, GCCIના પ્રમુખ શ્રી રાજેશ ગાંધીએ આ ઉપયોગી સત્રના આયોજન બદલ GCCI બિઝનેસ વિમેન કમિટીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે નોંધ્યું હતું કે શરીર અને મન બંનેના સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરવા માટે “પોષણ” (Nutrition) બાબતે એક હોલિસ્ટિક અપ્રોચ ખુબ જરૂરી છે. તેઓએ ઉત્તમ સ્વાસ્થ્ય જાળવવા માટે સકારાત્મક વિચારો અને જીવનશૈલીના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

ડૉ. રુચા મહેતાએ ડાયાબિટીસ, થાઇરોઇડ અંગેની સમસ્યાઓ અને હોર્મોનલ અસંતુલન બાબતે માહિતી તેમજ માર્ગદર્શન આપ્યા હતા. તેઓએ સમજાવ્યું હતું કે જીવનશૈલીમાં કેવા ફેરફારો કરીને આપણે વિવિધ નેગેટિવ અસરોથી બચી શકીએ.

કવિતા કદમે પોષણ સંબંધિત વિગતે સૂચનો આપ્યા હતા. તેઓએ વિવિધ પોષણલક્ષી આદતો અપનાવવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો જેથી આપણા જીવનમાં તેની સંયુક્ત સકારાત્મક અસર અનુભવી શકાય.

Session on “Nutrition Beyond the Plate” – covering science, lifestyle, and health – organized by the GCCI Business Women Committee
Session on “Nutrition Beyond the Plate” – science, lifestyle, and health – organized by the GCCI Business Women Committee

પ્રાચી શાહે આપણી વ્યક્તિગત પ્રોડક્ટિવ લાઇફસ્ટાઇલ માટે વિવિધ આહાર સંબંધી આદત અને જીવનશૈલીમાં ફેરફાર કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેઓએ વ્યક્તિના શારીરિક તેમજ ભાવનાત્મક સ્વાસ્થ્યમાં આહાર ના મહત્વપૂર્ણ યોગદાન વિશે પણ વાત કરી હતી.

આ પ્રસંગે આયોજિત પેનલ ચર્ચામાં પોષણ સંબંધિત વિવિધ પાસાઓ આવરી લેવામાં આવ્યા હતા, જેમ કે વેઈટ મેનેજમેન્ટ, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, તણાવ, પેરી મેનોપોઝ, મેનોપોઝ, ફિટનેસ અને દીર્ઘાયુ, તેમજ સ્વાસ્થ્ય અને સુખાકારી (વેલનેસ) ક્ષેત્રે અદ્યતન પ્રવાહો અને પ્રગતિ વગેરે વિષે વિગતવાર ચર્ચા થઇ હતી. આ પ્રસંગે આયોજિત પ્રશ્નોત્તરીના સત્ર દરમિયાન સહભાગીઓને સ્વાસ્થ્ય અને પોષણ અંગેની તેઓની ઘણી શંકાઓનું નિરાકરણ કરવાની તક મળી હતી. GCCI બિઝનેસ વિમેન કમિટીના કો. ચેરપર્સન બંસી શાહ દ્વારા આભાર વિધિ પછી સત્રનું સમાપન થયું હતું.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular